ભોપાલઃમધ્યપ્રદેશના ઈન્દોરમાં સોમવારે વિજય નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ગોલ્ડન ગેટ હોટલમાં ભીષણ આગ લાગી છે. ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ પહોંચી ગઈ છે અને આગ બુઝાવવાના પ્રયાસ શરૂ કરાયા છે. આ સાથે જ હોટલમાં ફસાયા લોકોનું રેસ્ક્યૂ કરીને તેમને બહાર કઢાઈ રહ્યા છે. જો કે હાલ આગ લાગવાનું કારણ જાણી શકાય નથી.
હોટલનો પાંચમો માળ પુરી રીતે બળી ગયોઃફાયરવિભાગની ટીમ સ્થિતી પર કાબૂ મેળવી લીધો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી હોટલનો પાંચમો માળ પુરી રીતે બળી ગયો છે. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત પછી હોટલમાં ફસાયેલા કર્મચારીઓને રેસ્ક્યૂ કરીને સુરક્ષિત બહાર કાઢી લીધા છે. આ ઉપરાંત તબિયત બગડવાના કારણે પાંચ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો બીજી બાજુ એક યુવક જીવ બચાવવા માટે છત પરથી કૂદી રહ્યો હતો, જેને સમજાવીને બચાવાયો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે, શરૂઆતની તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની વાત સામે આવી છે. હોટલનો મોટાભાગનો હિસ્સો લાકડામાંથી બનાવાયેલો હતો, આ જ કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. સૂચના બાદ ફાયર વિભાગની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. અંદાજે એક કલાક બાદ હોટલના આગળના ભાગમાં આગ પર કાબુ મેળવાયો હતો. આગના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકાઓ છે.
ફાયર વિભાગની ટીમ કાચ તોડીને અંદર ઘુસીઃ પોલીસ
પોલીસ સ્ટેશન પ્રભારીએ જણાવ્યું કે, હોટલના મેનેજરે અહીંથી 7થી 8 લોકો હોવાની માહિતી આપી હતી. ફાયરવિભાગની ટીમ સીડીની મદદથી રૂમ સુધી પહોંચી અને કાચ તોડીને અંદર પ્રેવશી. ધુમાડો હોવાના કારણે રેસ્ક્યૂ કરવામાં વધારે મુશ્કેલી પડી રહી હતી. જેના કારણે હોટલની અંદર એક સીડી લગાવી એક ચાદર કપડું નાંખ્યું હતું. જેને પકડીને લોકોને બહાર નીકળ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.