વરસાદના કારણે 136 લોકોના મોત,દુર્ઘટનામાં 45 લોકો હજું ગુમ…..!!

મહારાષ્ટ્ર સરકાર તરફથી અભૂતપૂર્વ ગણાવવામાં આવી રહેલા વરસાદનો કહેર જારી છે. ગુરુવારે સાંજે બનેલી ઘટનાઓમાં વરસાદના કારણે 136 લોકોના મોત થયા છે. આ ઉપરાંત અનેક ગામોનો સંપર્ક તુટ્યો છે. રાજ્યમા સેનાએ મદદ કાર્ય શરુ રાખ્યું છે.

આ ઘટનાઓમાં જીવ ગુમાવનારાને સીએમ ઉદ્ધવ ઠાકરેની સરકાર તરફથી 5 લાખ અને કેન્દ્ર તરફથી 2 લાખનું વળતર જાહેર કરવામાં આવ્યું છે.

ચિપલૂનના કોરોના હોસ્પિટલમાં દાખલ 8 લોકોના પરિસરમાં પાણી ભરાવવાના કારણે મોત થયા છે. જેમાંથી 4 વેન્ટિલેટર પર હતા જેમનું વીજળીની અછતના કારણે મોત થયું છે. તો કદાચ 4 ટ્રોમાના કારણે માર્યા ગયા છે. આ દરમિયાન એકલા રાયગઢ જિલ્લામાં 45 લોકોના મોત થયા છે.

પોલાડપુર તાલુકાના ગોવેલેમાં રાતે 10 વાગે ભૂસ્ખલન થયું હતુ. જેમાં 10થી વધારે લોકોના મોત થયા છે. 6 લોકોની લાશ મળી છે. 10ને બચાવી લેવામાં આવ્યા છે. સાતારાના કલેક્ટરે જણાવ્યું કે અનેક જગ્યાએ ભૂસ્ખલન થયું હોવાથી 30 લોકો  ગુમ છે. 300ને બચાવી લેવામાં આવ્યા છે.

કોલ્હાપુરના મંત્રી સતેજ પાટીલે કહ્યું કે કોલ્હાપુરની સ્થિતિ બહું ખરાબ છે.અમે સંપૂર્ણ રીતે સંપર્ક વિહોણા છીએ. લગભગ 300 ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. 2019માં સંપૂર્ણ રીતે ડૂબેલા ગામ જનોને નિકાળવામાં આવ્યા છે.  કોયના ઉપરાંત કોલ્હાપુર સ્થિત અલમટ્ટી બાંધમાં પાણીની ક્ષમતાને વધારવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.