IPLની મેચ વચ્ચે ધવનનો વીડિયો થયો સોશિયલ મીડિયામાં લીક, VIDEO સામે આવતા જ ક્રિકેટ જગતમાં ખળભળાટ મચ્યો

IPL 2023ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. ક્રિકેટ રસીયાઓ તમામ મેચોને ખાસ રીતે માણી રહ્યા છે. ટીમો વચ્ચે રસાકસીનો જંગ જામી રહ્યો છે અને IPL 2023ની આ મેચો વચ્ચે પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવનનો એક VIDEO સોશિયલ મીડિયા પર લીક થયો છે. આ લીક થયેલા વિડિયોમાં ધવન પોતાની અંગત જીવન સાથે જોડાયેલી વાતો વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે અને ટૂર્નામેન્ટમાં 9મી એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં ધવને 99* રનની શાનદાર ઇનિંગ રમી હતી. જો કે, આ ઇનિંગ પછી પણ પંજાબ કિંગ્સ જીત નોંધાવવામાં નિષ્ફળ રહી. હવે આ બધાની વચ્ચે શિખર ધવનના લીક થયેલા વીડિયોએ સનસનાટી મચાવી દીધી છે.

આ લીક થયેલા વીડિયોમાં ધવન એક પાર્ટી વિશે વાત કરી રહ્યો છે. ધવન કહી રહ્યો છે કે તે દિલ્હીમાં ફાર્મહાઉસ પાર્ટી દરમિયાન તે કોઈને મળ્યો હતો અને ધવન જેને મળ્યો તે જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો અને ખૂબ જ જલ્દી તેની સાથે કમ્ફર્ટેબલ થઈ ગયો. વીડિયો જોઈને ચાહકોને આશા છે કે ધવન કોઈ મહિલા વિશે વાત કરી રહ્યો છે.

શિખર ધવન લાંબા સમયથી તેના છૂટાછેડાને લઈને પરેશાન છે. આવી પરિ સ્થિતિમાં તે એક મહિલા હોઈ શકે છે જેની સાથે ધવન પ્રેમમાં પડ્યો છે. ધવને આ વીડિયોમાં જણાવ્યું હતું કે આ ઘટના તે સમયે બની હતી જ્યારે તેના જીવનમાં ખરાબ તબક્કો ચાલી રહ્યો હતો અને તેણે પહેલી નજરમાં પ્રેમમાં પડવાની વાત પણ કરી હતી. વીડિયોમાં ધવનને એવું કહેતા સાંભળી શકાય છે, “દેખા, તો દેખતે હી રહે ગયા… સુના, તો સુનતે હી રહે ગયા…

જોકે, શિખર ધવનના આ વીડિયોને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ દરેક જગ્યાએ વીડિયો અપલોડ કરી રહ્યા છે અહીંયા નોંધપાત્ર વાત એ છે કે શિખર ધવનની કપ્તાનીવાળી પંજાબ કિંગ્સે અત્યાર સુધી IPL-2023માં ત્રણમાંથી બે જીત મેળવી છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.