આ વર્ષે શરદ પૂનમે એક ખાસ શુભ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષાચાર્ય પ્રઙુલ્લ ભટ્ટના જણાવ્યા પ્રમાણે 13 ઓક્ટોબર, રવિવારે શરદ પૂનમે 30 વર્ષ પછી દુર્લભ યોગ બની રહ્યો છે. આ શુભ યોગ ચંદ્ર અને મંગળનો એકબીજા સાથે દ્રષ્ટિ સંબંધ બનવાથી સર્જાઈ રહ્યો છે. જેને મહાલક્ષ્મી યોગ કહેવામાં આવે છે. શરદ પૂનમે આ શુભ યોગ બનવાથી આ પર્વ વધુ ખાસ બની જશે.
આસો મહિનાની આ પૂનમને કોજાગરી પૂનમ પણ કહે છે. એવું માનવામાં આવે છે કે આ તિથિએ દેવી લક્ષ્મી પૃથ્વીનું ભ્રમણ કરે છે અને જે જાગીને દેવીની પૂજા કરતું હોય તેની ઉપર માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ શરદ પૂનમે મહાલક્ષ્મી યોગમાં દેવીની પૂજા કરવાનું સૌભાગ્ય 30 વર્ષ પછી મળી રહ્યું છે. જેનાથી આ વર્ષે શરદ પૂર્ણિમાએ સ્વાસ્થ્યની સાથે આર્થિક સ્થિતિમાં પણ સુધારો થવાનો યોગ બની રહ્યો છે.
આ વર્ષે શરદ પૂનમે ચંદ્ર મીન રાશિ અને મંગળ કન્યા રાશિમાં રહેશે. આ પ્રકારે બંને ગ્રહ સામ-સામે રહેશે. તો મંગળ હસ્ત નક્ષત્રમાં રહેશે. જે ચંદ્રના સ્વામિત્વવાળું નક્ષત્ર છે. આ પહેલા ગ્રહોની આવી સ્થિતિ 14 ઓક્ટોબર 1989માં બની હતી. જો કે 6 ઓક્ટોબર 2006 અને 20 ઓક્ટોબર 2002માં પણ ચંદ્ર અને મંગળનો દ્રષ્ટિ સંબંધ બન્યો હતો, પરંતુ મંગળ, ચંદ્રના નક્ષત્રમાં ન હતો. તે સિવાય ચંદ્ર પર બૃહસ્પતિની દ્રષ્ટિ પણ પડવાથી ગજકેસરી નામનો એક બીજો શુભ યોગ પણ બની રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.