માનવતા મહેકી ઉઠી:પુત્રના મારથી પીડાતી 80 વર્ષના માજી ને DySP મંજીતા વણજારાએ દત્તક લીધા

જે માતાએ પુત્રને વ્હાલથી ઉછેરીને મોટો કર્યો એ પુત્ર જ માતાની વૃદ્ધ અવસ્થામાં માતાની પ્રોપર્ટી હડપી લેવા માટે માતાના મારા મારતો હતો. પુત્રના અસહ્ય ત્રાસથી કંટાળેલી માતાએ પોલીસે સ્ટેશન પહોંચીને પોલીસને કહ્યું હતું કે, મને જીવવા દો કે, પછી ઝેર આપીને મારી નાંખો.

એક રીપોર્ટ અનુસાર વિજાપુર તાલુકાના દેલવાડા ગામમાં રહેતા 80 વર્ષના સીતાબેન બારોટના પતિનું અવશાન 2004માં થયું હતું. પતિના અવશાન પછી બે પુત્રોએ પણ માતાને સાથે રાખવાની મનાઈ કરી હતી. પિતાના મોત પછી માતાને સાચવવાના બદલે બંને પુત્રોને માતાની મિલકત મેળવવામાં વધારે રૂચી હતી. સીતાબેન પાસે રહેલી છ વીઘાની જમીન પડાવવા માટે બંને પુત્રો માતાને અસહ્ય ત્રાસ આપતા હતા અને જમીનના પેપર પર અંગુઠો મારવા માટે દબાણ કરતા હતા.

બંને પુત્રોના ત્રાસથી કંટાળીને સીતાબેન મંગળવારના રોજ મહેસાણા મહિલા સહાયતા કેન્દ્રમાં પુત્રો સામે ફરિયાદ કરવા માટે પહોચ્યા હતા. મહિલા સમય કેન્દ્રમાં વૃદ્ધએ ફરિયાદ કર્યા પછી DYSP મંજીતા વણજારાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેઓ DYSP મંજીતા વણજારાને મળ્યા હતા. DYSP સામે સીતાબેને રડતા રડતા વૃદ્ધાશ્રમના જવાની ઈચ્છા વ્યક્ત કરતા DYSP મંજીતા વણજારા તેમની કારમાં સીતાવેનને વૃદ્ધશ્રમમાં લઇ ગયા હતા અને ત્યાં તેમને સીતાબેનનો તમામ ખર્ચ ઉપાડવાનો નિર્ણય કર્યો હતો અને વૃદ્ધાશ્રમની એક વર્ષની ફી ભરી દીધી હતી. 

આ આ સમગ્ર મામલે DYSP મંજીતા વણજારાએ જણાવ્યું હતું કે, પુત્રના મારના કારણે બા ખુબ જ ગભરાઈ ગયા હતા. તેમની પરિસ્થિતિ પરથી મને એવું લાગ્યું કે, બા ખૂબજ હેરાન થઇ રહ્યા છે. એટલે તેમની વૃદ્ધશ્રમની જવાની ઈચ્છા પૂર્ણ કરી છે. આ ઉપરાંત તેમને આશ્વાશન આપ્યું છે કે, હું એક પોલીસ અધિકારી તરીકે નહીં પણ દીકરી તરીકે તમારી સાથે છું. 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.