ઈયરબડ્સમાં ગંદકીનું સામ્રાજ્ય છે? તો દમદાર સાઉન્ડ ક્વોલિટી માટે આ ક્લીનિંગ ટિપ્સ અપનાવો

ઈયરબડ્સ નીટ અને ક્લીન હશે તો તે લાંબાગાળા સુધી ચાલશે અને સારી સાઉન્ડ ક્વોલિટી આપશે.

મૂડ ફ્રેશ કરવા માટે સોન્ગ સાંભળવા હોય કે પછી કોલ પર વાત કરવા માટે ઈયરફોનની જરૂર પડે છે. ઈયરફોન કે પછી ઈયરબડ્સ આપણે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરીએ છીએ. ઈયરબડ્સ અને ઈયરફોન પર્સનલ ગેજેટ છે તેને અન્ય લોકો સાથે શેર ન કરવા જોઈએ. કારણ કે તેને પાણીથી સાફ કરી શકાતા નથી. સેફ્ટી માટે વાયર્ડ કે વાયરલેસ ઈયરફોન હોય તો તેને ક્લીન કરવા જરૂરી છે. ઈયરવેક્સ બિલ્ડઅપ ન થાય તેના માટે અઠવાડિયાંમાં 3 વખત ઈયરફોન સાફ કરવા જોઈએ.

આ ટિપ્સ અપનાવી તમે તમારા ઈયરફોન કે ઈયરબડ્સ સાફ કરી શકો છો…

ઈયરબડ્સ વાઈપ કરો
દરેક યુઝ બાદ તમારા ઈયરબડ્સ અને ઈયરફોનનો રબિંગ આલ્કોહોલથી સાફ કરવા જરૂરી છે. આ સોલ્યુશનથી સાફ કરવાથી સેનિટાઈઝ થવાની સાથે તે તમને વાઈરસ અને બેક્ટેરિયાના સંક્રમણથી બચાવશે. આલ્કોહોલ વાઈપ મેડિકલ સ્ટોર પરથી સરળતાથી મળી રહે છે. ઈયરબડ્સ નીટ અને ક્લીન હશે તો તે લાંબાગાળા સુધી ચાલશે અને સારી સાઉન્ડ ક્વોલિટી આપશે.

ઈયરબડ્સ માઈક્રોફાઈબર કાપડથી સાફ કરવા જોઈએ. આ કાપડ ગેજેટ પર સ્ક્રેચ નથી પાડતું અને શાઈનિંગ આપે છે.

ઈયરબડ્સ હંમેશાં ચાર્જિંગ કેસમાં રાખો.

ઈયરબડ્સને ગંદકીથી બચાવા માટે કેસમાં રાખવા જોઈએ, પરંતુ ચાર્જિંગ કેસ પણ સાફ હોય તે જરૂરી છે. કેસમાં કોઈ લિક્વિડ કે કચરો ન ભરાયો હોય તેનું ધ્યાન રાખો.

ગેજેટ ક્લીનિંગ માટે તમે ક્લીનિંગ ટૂલ ઓનલાઈન ખરીદી શકો છો. તે સોફ્ટ બ્રિસલ, બ્રશ, સ્પ્રે બોટલ અને એન્ટિ સેપ્ટિક ક્લીનિંગ વાઈપ્સ સાથે જ આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.