અગાઉ વિકાસ માટે ધરણા કરવા પડતા હતા જાણો કોણે એવું કહ્યું???

કર્ણાટક રાજ્યના પૂર્વ રાજ્યપાલ અને રાજ્યના પૂર્વ નાણામંત્રી વજુ વાળાએ તેમના ચિરપરિચિત અંદાજમાં વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે અટલજીના જન્મદિવસ નિમિતે યોજતા સુશાસન દિવસના આ પ્રસંગે આ અજાતશત્રુ અને “મરદ” વિભૂતિને ’ભારતમાતાની જય’ના બુલંદ નારાથી સહુએ વધાવી લેવી જોઈએ અને આ તબક્કે ઉપસ્થિત સમૂહનો નારો ધીમો જણાતા તેમના આ વલણને વજુ વાળાએ હવાઈ ગયેલા ફટાકડાના અવાજ સાથે સરખાવ્યો હતો.

વજુ વાળાએ પૂર્વ સરકારો અને વિપક્ષ ઉપર આકરા શબ્દ પ્રહારો કરતા જણાવ્યું હતું કે, અગાઉ વિકાસ માટે ધરણા કરવા પડતા હતા અને આ કાર્યો માટે સરકારો લોન પેટે પૈસા આપતી અને તેનું વ્યાજ સાથે ચુકવણું કરવું પડતું હતું, તો જ્યારે ભાજપ સરકાર આવ્યા બાદ ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ વિકાસકાર્યો માટે ગ્રાન્ટ પેટે પૈસા અપાય છે.તેમજ પ્રજાના પૈસાનો ઉપયોગ પ્રજાના કાર્ય માટે કરવાનું ભાજપ શાસિત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આ તબક્કે તેમણે ગ્રામ માટે જકાત નાબૂદીના સરકારના કાર્યને યાદ કર્યું હતુ

આજે રાજકોટની જનતાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું કોઈ વ્યક્તિગત સ્વાગત નહિ કિન્તુ ભાજપના એક અદના સેવક અને કાર્યકર તરીકે ભવ્ય સ્વાગત કર્યું છે તેનો મને આનંદ છે. આ કોઈ ચૂંટણીલક્ષી નહિ પરંતુ રાજ્યની સરકાર પ્રજાને જોઈતી સુવિધા પૂર્ણ કરવા કૃતનિશ્ચયી છે તે સાબિત કરવા આ કાર્યક્રમ આયોજિત થયો હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

આ પ્રસંગે રાજકોટના પ્રભારી અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રાસંગિક વકતવ્યમાં કહ્યું હતું કે, રાજકોટની જનતાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભવ્ય સ્વાગત કરી રાજ્ય સરકારના જનતાજનાર્દનની ગુડ ગવર્નન્સ થકી જનતાની અવિરત સેવા પ્રત્યેનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને મંત્રીએ રાજ્યમાં સુશાસન સપ્તાહ સેવાયજ્ઞમાં જનતાને મળેલા કલ્યાણ લાભોની રૂપરેખા આપી હતી. મંત્રીએ નવી સરકારે ત્રણ મહિનામાં ટુંકાગાળામાં શરૂ કરેલા જનતાની સેવા માટેના અભિયાનોની ઝાંખી આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.