સવાર સવારમાં ધણધણી ઉઠી ધરતી,સૌરાષ્ટ્રના આ પંથકમાં ભૂકંપના આંચકા.

ગુજરાતના સૌરાષ્ટ્રની ધરતી આજરોજ વહેલી સવારે ધણધણી ઉઠી હતી. વહેલી સવારમાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય જોવા મળ્યો હતો. ગોંડલ અને તેની આસપાસના વિસ્તારમાં આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

મળતી માહિતી અનુસાર ભૂકંપ ની તીવ્રતા 3.4 નોંધાઈ હતી.નોંધનીય છે સવારે 6.53 એ આ આંચકા અનુભવાયા હતા જેમાં ખાસ કરીને ગોંડલ અને વીરપુરમાં આંચકા આવ્યા હતા.રીક્ટર સ્કેલ પર આંચકા ની તીવ્રતા 3.4 નોંધાઈ છે જ્યારે ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગોંડલ થી 22 કિમી દૂર હતું.

જ્યારે પણ ભૂકંપ આવે ત્યારે ઓફિસ કે ઘરની બહાર નીકળી જવું. વીજળીના થાંભલા અથવા ઝાડ અથવા ઊંચી ઇમારત થી દૂર ઊભુ રહેવું. ઘર કે ઓફિસની બહાર જતી વખતે લિફ્ટનો ઉપયોગ ન કરવો અને સીડીનો ઉપયોગ કરવો. ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યાં છુપાઈને બેસી શકાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.