રસીકરણની સ્પીડ વધારવી જોઈએ અને ભીડ પર કાબૂ મેળવવો જોઈએ,આપણે વધારે એલર્ટ રહેવાની જરુર હતી – ગુલેરિયા

કોરોનાની સ્પીડને કેવી રીતે કાબુમાં લઈ શકાય તેને લઈને એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ 3 ખાસ સૂચનો કર્યા છે.  તેમણે કહ્યું કે સરકારે કેન્ટોનમેન્ટ ઝોન બનાવવા પર ખાસ વાતનું ધ્યાન આપવું જોઈએ. આ ઉપરાંત રસીકરણની સ્પીડ વધારવી જોઈએ અને ભીડ પર કાબૂ મેળવવો જોઈએ.

તેમના જણાવ્યાનુસાર અમને ખબર હતી કે દુનિયાભરમાં કોરોનાના અનેક વેરિએન્ટ આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આપણે 3-4 વસ્તુઓનું ધ્યાન રાખવાની જરુર છે. વાયરસના સંક્રમણને ફેલતો અટકાવવા માટે આપણે વધારે અસરગ્રસ્ત વિસ્તારોમાં કેન્ટોનમેન્ટ ઝોન બનાવવાની જરુર છે. આ કડક નિયમ લાગૂ થવા જોઈએ. તેવા વિસ્તારમાં વધારેમાં વધારે ટેસ્ટ થવા જોઈએ. બીજી વસ્તુએ છે કે આપણે ભીડ પર પ્રતિબંધ લગાવવો જોઈએ.

ડો. ગુલેરિયાનું કહેવું છે કે આ ઈન્જેક્શન લોકોને ફક્ત હોસ્પિટલ જતા રોકી શકશે. પરંતુ આનાથી મોતના દરમાં કોઈ ઘટાડો નહીં આવે. તેમણે કહ્યું રેમેડેસિવીર એક એન્ટી વાયરલ દવા છે. જેનાથી ઈબોલા માટે બનાવવામાં આવ્યા હતા. શરુઆતના દિવસોમાં આ ઈન્જેકેશનથી ચીનમાં કોરોનાના દર્દીમાં કોઈ અસર જોવા નહોંતી મળી. પછીથી જોવા મળ્યું કે થોડી ઘણી અસર થાય છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.