ચ્યુઇંગ ગમ ખાઓ અને કોરોના ભગાઓ….

અમેરિકામાં વૈજ્ઞાનિકો એવી ચ્યુઇંગ ગમ બનાવી રહ્યા છે, જે કોવિડના વાયરસ સામે લડવામાં અસરકારક સાબિત થશે. વૈજ્ઞાનિકો છોડ દ્વારા ઉગાડવામાં આવેલ પ્રોટીન ધરાવતી ચ્યુઇંગ ગમ બનાવી રહ્યા છે, જે SARS-CoV-2 વાયરસ સામે સુરક્ષા કવચ માટે તરીકે કામ કરશે. આ ચ્યુઇંગ ગમ COVID-19ના વાયરસને લાળમાં પરિવર્તિત કરી સંક્રમણ ઓછું કરશે.

Chewing gum Can protects you from many diseases along with exercising the  mouth

વેક્સિન લેનારા વ્યક્તિઓ પણ બની શકે છે SARS-CoV-2નો શિકાર

સંશોધકોએ તેમના સંશોધનમાં જણાવ્યું છે કે જે લોકોને કોરોના રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે. તેઓ પણ SARS-CoV-2 નો શિકાર બની શકે છે. જેમણે વેક્સિન નથી લીધી તેમનાથી આ સંક્રમણ ફેલાવવાની શક્યતા વધુ છે. પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં વૈજ્ઞાનિક હેનરી ડેનિયલ્સે જણાવ્યું હતું કે, ‘SARS-CoV-2 લાળ ગ્રંથીઓમાં તેના જેવા અન્ય વાયરસ બનાવે છે. જ્યારે ચેપગ્રસ્ત વ્યક્તિ છીંકે છે, ખાંસી કરે છે અથવા કંઈક બોલે છે, ત્યારે વાયરસ તેના મોંમાંથી પસાર થઈ શકે છે અને અન્ય લોકો સુધી પહોંચી શકે છે.

આ પ્રોટીન ‘ચ્યુઇંગ ગમ’ લાળમાં રહેલા વાયરસને નિષ્ક્રિય કરવાની તક પૂરી પાડે છે. જે કોરોના વાયરસના સંક્રમણના સ્ત્રોતને ઘટાડવાનો એક સરળ રસ્તો હોઈ શકે છે. સંશોધકોએ ચ્યુઇંગ ગમ વિકસાવવા વિશે જણાવ્યું હતું કે, આ સિસ્ટમ પ્રોટીન સંશ્લેષણમાં સામાન્ય અવરોધોને ટાળવાની ક્ષમતા ધરાવે છે. ચ્યુઇંગ ગમ SARS-CoV-2 સ્પાઇક પ્રોટીન સાથે પણ જોડાય છે, જે માનવ કોષોમાં ACE2 માટે એક રક્ષક તરીકે કામ કરે છે.

કોરોના વાયરસ કોષોને સંક્રમિત કરવા માટે આ સ્પાઇક પ્રોટીનનો ઉપયોગ કરે છે. અગાઉના સંશોધનો દર્શાવે છે કે ACE2 ના ઇન્જેક્શન ગંભીર ચેપ ધરાવતા લોકોમાં વાયરલને ઘટાડી શકે છે. અમેરિકામાં વૈજ્ઞાનિકો આ સંશોધનો ઉપરથી પ્રેરણા લઇ કોરોનાથી રક્ષણ આપતી પ્રોટીન ‘ચ્યુઇંગ ગમ’ બનાવી રહ્યાં છે. જેને ચાવતા જ મોંમાંથી કોરોના વાયરસનું સંક્રમણ ખતમ થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.