કાચી હળદરનું સેવન કરો અને મળશે આ જબરદસ્ત ફાયદા

ભોજનમાં (MEALS) હળદરના (TURMERIC) ફાયદા વિશે તો તમે જાણતા જ હશો , પરંતુ કાંચી હળદરનું (RAW TURMERIC) સેવન સૂકી હળદર (DRY TURMERIC) કરતાં વધુ ફાયદાકારક માનવમાં આવે છે. શિયાળાની (WINTER) ઋતુમાં કાચી હળદરના સેવનની ખાસ ભલામણ કરવામાં આવે છે. કાચી હળદર ખાવાથી તમને ધણી બીમારીઓથી (DISEASES) બચી શકો છો.

શરદી અને ઉધરસની અસરકારક સારવાર..

શિયાળામાં ખાંસી, શરદી, ગળામાં દુખાવો અને તાવની સમસ્યા સામાન્ય રીતે જોવા મળે છે. આ સ્થિતિમાં , તમે કાચી હળદરનું સેવન કરી શકો છો. કાચી હળદરને દૂધમાં ઉકાળીને રાત્રે પીવો. તેનાથી અસ્થમા, બ્રોન્કાઈટિસની સમસ્યામાં રાહત મળશે.

પાચન માટે..

હળદર

જો પાચન સંબંધી સમસ્યા હોય તો રોજ કાચી હળદરનું સેવન કરો. તે અપચો, ગેસ અને ઝાડા જેવી સમસ્યાઓમાં ફાયદાકારક છે. જો પાચન સંબંધી સમસ્યા હોય તો કાચી હળદરને પાણીમાં ઉકાળી પીવો.

લીવર હેલ્ધી રહેશે..

લીવરને સ્વસ્થ રાખવા માટે કાચી હળદરનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. આ માટે સૂપ, શાકભાજી કે દૂધમાં કાચી હળદરનું સેવન કરો. તેમાં રહેલું કર્ક્યુમિન લીવરની બિમારીનું જોખમ ધટાડે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.