બથુઆ ઠંડીની સિઝનમાં મળી આવતી ભાજી છે જે દરેક વ્યકિતને પસંદ નથી આવતી હોતી. તેના પરોઠા પણ બનાવવામાં આવે છે અને તેને શાક સાથે મિક્સ કરીને ખાઇ શકાય છે. બથુઆ પોષકતત્વોનો ભંડાર છે.
બથુઆમાં વિટામીન એ, કેલ્શિયમ, પોટેશિયમ જેવા તત્વ હોય છે. આ ભાજીમાં અનેક બીમારીઓને દુર કરવાની તાકાત રહેલી છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ એશિયાનાં અનેક દેશોમાં પણ મળી આવે છે. જો તમે તેને વધારે ખોરાકમાં ઉપયોગ કરો તો ડાયેરિયા જેવી બિમારી થઈ શકે છે.
https://www.youtube.com/watch?v=pVWseJd6PA4
બથુઆનાં ફાયદા…
બથુઆના પાનને કાચા ચાવવાથી શ્ચાસની દુગઁધ, પાયોરિયા અને દાંતો સાથે જોડાયેલા અન્ય સમસ્યાથી ફાયદો થાય છે. કબજિયાતમાંથી રાહત આપવામાં બથુઆ અત્યંત ઉપયોગી છે. બથુઆને 4-5 લીમડાના પાનનાં રસ લેવામાં આવે તો લોહી અંદરથી શુદ્ધ થઈ જાય છે. સાથે જ બ્લડ સકયુઁલેશન સારુ રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.