સુરતના પાસોદરા નજીક એક તરફી પ્રેમમાં શખ્સ હત્યારો બન્યો છે. હુમલા દરમિયાન યુવતીના ગળાના ભાગે છરીના ઘા ઝીંક્યા હતા. પ્રેમી યુવકે યુવતીના ભાઈ અને પિતા પર પણ હુમલો કર્યો હતો. હત્યા-હુમલો કર્યા બાદ સનકી યુવકે ઝેરી ગોળી ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હત્યારા યુવક સહિત મૃતક યુવતીના ઈજાગ્રસ્ત ભાઈ અને પિતા હાલ હોસ્પિટલમાં દાખલ છે અને કામરેજ પોલીસે ઘટનાને પગલે કાર્યવાહી શરૂ કરી છે.
સૂત્રો પાસે મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા દિવસથી ફેનીલ ગોયાણી નામનો યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો અને આજે અચાનક છરી જેવા ધારદાર હથિયાર સાથે લઈ યુવતીના ઘર બહાર તોફાન મચાવ્યું હતું જે બાદ યુવતીના મોટા પિતાએ ગુસ્સે થઈ યુવકને હાંકી કાઢતા છરીથી હુમલો કરી દીધો હતો.યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકોને આસપાસ ન આવવા ધમકી આપી રહ્યો હતો અને ઘણા લોકો હતા પણ ડરના માર્યા દૂર ઊભા રહી તમાશો જોતાં રહ્યા હતા. યુવકે અચાનક યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર છરી હુલાવી દીધી હતી અને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી.
હત્યારા યુવકનો આંતક આ સુધી સિમિત રહ્યો ન હતો. મોડેથી ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલાની કોશિશ કરી હતી. અને ત્યાર બાદ હાથની નસ કાપી ઝેરી ગોળી ખાઈ લીધી હતી અને ઘાયલ મૃતક યુવતીના ઈજાગ્રસ્ત ભાઈ અને પિતા સહિત આરોપીને સ્મિમેર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે.પોલીસે યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.