સુરતઃ ઈ-ચલણથી બચવા માટે યુવકે બાઈક પર સિરીઝના અક્ષર પર છેડછાડ કરતા ભેરવાઈ ગયો છે. આવેલા ઈ-ચલણ મેમો હજુ ભર્યા પણ નથી ઉપરથી હવે ઈ-ચલણથી બચવા માટે યુવકે નંબર પ્લેટ સાથે છેડછાડ કરી હતી. પોલીસ દ્વારા આપવામાં આવેલા ઈ-ચલણ સાચા વાહન માલિક પાસે પહોંચતા ભાંડો ફૂટી ગયો હતો.
ગત 24 સપ્ટેમ્બરના રોજ એખ સ્પલેન્ડર પ્લસ(GJ-05-GF-3360)ના માલિક જયેશ ઠોકારભાઈ પાનવાલાને ઈ-ચલણ મેમો આવ્યો હતો. જોકે, તે ઈ-ચલણ વિભાગમાં પહોંચી ચલણમાં દેખાતી ગાડી પોતાની નહી હોવાનું જણાવ્યું હતું. જેથી ઈ-ચલણ સોફ્ટવેરમાં તપાસ કરતા GJ-05-GF-3360માં Eની જગ્યાએ છેડછાડ કરી F કર્યું હોવાનું જણાયું હતું. જેથી GJ-05-GE-3360 નંબર અંગે તપાસ કરતા રામકુબેર જમનાપ્રસાદ જૈસ્વાલની હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેના ઘરે જઈને તપાસ હાથ ધરી હતી. જેમાં તેની બાઈકના આગળ અને પાછળના નંબરમાં ફેરફાર દેખાયો હતો. જેથી રામકુબેર સામે ટ્રાફિકશાખાના એએસઆઈની ફરિયાદ આધારે આઈપીસી કલમ-465,471,420 મુજબનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અઠવાગેટ પાસે રોંગ સાઇડ પરથી 17 ઓક્ટોબરના રોજ સવારે એક એકટિવા મોપેડ લઈને ચાલક પસાર થતો હતો. દરમિયાન પોલીસ કંટોલ રૂમમાંથી રોંગ સાઇડ પરથી મોપેડ લઈને જતા ચાલકનો પોલીસે ફોટો પાડી ઈ-ચલણ ઈશ્યુ કરવા માટે સિસ્ટમમાં રજીસ્ટર નંબર ચેકિંગ કરતા હતા. જેમાં તપાસ કરતા એકટિવાને બદલે આઈ ટવેન્ટી કારનો રજીસ્ટ્રર નંબર બતાવતા પોલીસ મુંઝવણમાં મુકાય ગઈ હતી. જેથી તાત્કાલિક પોલીસે આ બાબતે તપાસ કરાવી હતી. એકટિવા મોપેડનો નંબર ઓરિજનલ નંબર GJ-05-LN-9540 છે. તેને બદલે મોપેડના ચાલકે સારિઝમાં ‘L’ ને બદલે ‘C’ અને નંબરમાં ‘5’ બદલે ‘6’ કરી દીધો હતો. જેથી નંબર GJ-05-CN-9640 હતો. ખરેખર આ રજીસ્ટ્રર નંબરને પોલીસે સિસ્ટમમાં ચેક કરતા તે નંબર આઈટવેન્ટી કારનો હતો. ટ્રાફિક પોલીસના મનમોહન શિવનારાયણ તિવારીએ ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે એકટિવા મોપેડના ચાલક રાજન હિતેન્દ્ર શાહ(40)(રહે,નવદીપ એપાર્ટ, દિવાળીબાગ,અઠવાગેટ)ની સામે આઈપીસી કલમ 465, 471 અને 420 મુજબનો ગુનો નોંધ્યો છે. ઉમરા પોલીસે રાજન શાહની ધરપકડ કરી મોપેડ કબજે કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.