ખાદ્યતેલના ડબ્બાના ભાવ 2800 ને પાર, હજુ પણ ભાવ વધવાની શક્યતા..

તેલના ભાવો સતત વધી રહ્યા છે છેલ્લા એક મહિનાથી વધુ સમયથી આ પ્રકારનો મોટો વધારો જોવા મળી રહ્યો છે જો કે છેલ્લા છ મહિનાથી ભાવ વધી રહ્યા છે પરંતુ એક મહિનામાં સતત ભાવ વધ્યા છે. 2,000 આસ પાસ ડબ્બાના ભાવ હતા જે છેલ્લા કેટલાક મહિનામાં સીંગતેલ સહીતના ડબ્બાના ભાવ 2850 અત્યારે છે આગામી સમયમાં આ ભાવો 3,000 આસપાસ પહોંચી શકે છે. જેનું મુખ્ય કારણ એ છે કે, આપણે 70 ટકા તેલ આયાત કરવું પડે છે જેના કારણે આંતરરાષ્ટ્રી કક્ષાએ પણ યુદ્ધ સહીતની પરિસ્થિતિના કારણે ભાવો આસમાને છે અને જેથી આપણે પણ વધુ ભાવો આપી તેલ લાવવું પડે છે જેના કારણે અત્યારે ડબ્બે ભાવ વધુ જોવા મળી રહ્યા છે.

ઈન્ડોનેશિયા સહીતના દેશોથી તેમજ થાયલેન્ડ સહીતના દેશોથી ભારત તેલ આયાત કરાય છે. ખાસ કરીને સુર્યમુખીના તેલની વાત કરવામાં આવે તો 98 ટકા આયાત કરવું પડે છે. પામ ઓઈલ 96 ટકા આયાત કરવું પડે છે. 50 ટકા સોયાતેલ આયાત કરવું પડે છે. ભારત જેટલા પણ ઓઈલ બહારથી મંગાવે છે તેમાં 90 ટકા હિસ્સો રિફાઈન્ડ ઓઈલનો છે.અને જ્યારે સનફ્લાવ તેલની વાત કરીએ તો યુક્રેન અને રશિયાથી તેનો હિસ્સો આયાત કરવામાં આવે છે અને ત્યાં અત્યારે યુદ્ધની સ્થિતિ છે.

સૂર્યમુખી તેલના ભાવ ફેબ્રુઆરી મહિનામાં 1400 ડોલરનો ભાવ હતો આ ભાવ અત્યારે 2200 ડોલર સુધી પહોંચી ચૂક્યા છે.અને ભારતમાં તેનો હિસ્સો 12 ટકા આસપાસ છે આમ વિવિધ કારણો જવાબદાર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.