તહેવાર પહેલાં ફરી એકવાર ખાધતેલનાં ભાવમાં થયો વધારો..જાણો સિંગતેલનાં ડબ્બાનો ભાવ કયાં પહોંચ્યો.

એક બાજુ સાતમ – આઠમનો તહેવાર નજીક આવી રહયો છે ત્યારે બીજી બાજુ સિંગતેલ અને કપાસિયા તેલનાં ભાવમાં રોજ વધી રહ્યાં છે. છાશ વારેને છાશ વારે ખાધતેલનાં ભાવ વધી રહ્યાં છે.ત્યારે આજે સિંગતેલ અને કપાસિયા તેલમાં રૂપિયા ૩૦-૩૦ વધારો કરવામાં આવ્યો છે. કપાસિયા તેલનો ભાવ ૨૫૫૦ રૂપિયા થયો છે.

સિંગતેલનાં ડબ્બાના ભાવ ૨૫૦૦ રૂપિયા થયા છે . એક બાજુ સાતમ આઠમનો તહેવાર આવી રહ્યો છે. તો બીજી બાજુ તેલનાં ભાવમાં વધારો થતાં લોકોને વધી એક વાર ‘પડયાં પર પાટું ‘ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. આ ભાવ વધારા પાછળનું કારણ જોવા જઇએ તો વેપારીઓનું કહેવું છે કે, હાલ વરસાદ ખેંચાયો છે જેથી આ ભાવ વધારો આવ્યો છે.

https://www.youtube.com/watch?v=AF2uopRecTo

વૈશ્વિક બજારમાં પામ ઓઈલનાં ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. જયારે ગરમી અને મધ્યમ વર્ગ તો મોટા ભાગે કપાસિયા તેલનો વધારે ઉપયોગ કરે છે. તેમના માટે આ પરિસ્થિતિ ખૂબ કપરી બનતી હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.