72 કલાકમાં ભાજપને આઠમો ઝટકો, ત્રીજા મંત્રીએ આપ્યું રાજીનામું, અખિલેશે શુ કહ્યું જાણો વિગતો….

ઉત્તર પ્રદેશમાં ભાજપને એક પછી એક ઝટકો લાગી રહ્યો છે. છેલ્લા 72 કલાકમાં 8 મોટા નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આજે મંત્રી ધરમ સિંહ સૈનીએ પણ રાજીનામું આપીને યોગી સરકારને મોટો ઝટકો આપ્યો છે.અને સૈની ત્રીજા મંત્રી છે, જેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. આ પહેલા સ્વામી પ્રસાદ મૌર્ય અને દારા સિંહ ચૌહાણે પણ મંત્રી પદથી રાજીનામું આપીને ભાજપનો સાથ છોડી દીધો હતો

રિપોર્ટ મુજબ યોગી આદિત્યનાથે બુધવારે જ ધરમ સિંહ સૈનીને ફોન કરીને મનાવવાની કોશિશ કરી હતી, પરંતુ તેઓ માન્યા નહોતા. રાજીનામું આપ્યા બાદ ધરમ સિંહ સૈની સમાજવાદી પાર્ટીના પ્રેસિડન્ટ અખિલેશ યાદવને મળવા પહોંચ્યા હતા.અને મુલાકાત બાદ અખિલેશ યાદવે કહ્યુ હતું કે, તેમનું સમાજવાદી પાર્ટીમાં સ્વાગત કરું છું.

ઉત્તર પ્રદેશમાં જયારથી વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ છે ત્યારથી UPમાં જબરદસ્ત ઉથલ પાથલ શરૂ થઇ ગઇ છે. ખાસ કરીને સત્તાધારી પાર્ટી ભાજપ માટે મુશ્કેલીના સંકેતો દેખાઇ રહ્યા છે.અને ભાજપના મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામા પછી તો જાણે રાજીનમાની વણઝાર શરૂ થઇ ગઇ છે. ગુરુવારે પણ બે ધારાસભ્યએ રાજીનામું આપી દેતા ભાજપની મુશ્કેલી વધી છે. ઉત્તર પ્રદેશ ભાજપના એક વિધાયક મુકેશ વર્માએ ગુરુવારે રાજીનામું આપી દીધું છે. મુકેશ વર્માએ કહ્યું કે મારા નેતા સ્વામી પ્રસાદ મોર્યે છે. અને પાર્ટીમાં અલ્પસંખ્યકો, દલિતોને મહત્ત્વ આપવામાં નથી આવતું એટલે મારું રાજીનામુ આપ્યું છે.

મુકેશ વર્માએ કહ્યું કે ભાજપે 5 વર્ષના શાસનમાં માત્રને માત્ર પોતાનો જ વિકાસ કર્યો છે અને પોતાના જ હિતને કેન્દ્રમાં રાખ્યં છે. ઉત્તર પ્રદેશમાં 70 વર્ષમાં જેટલી ઓફિસો નહોતી બની એટલી ઓફિસો અત્યારે બની રહી છે. વર્માએ કહ્યું કે એક એક જિલ્લામાં 2-2 ઓફિસ બનાવાવમાં આવી છે એ રીતે ભાજપે માત્ર પોતાનો વિકાસ કર્યો છે, ગરીબો પર તો ધ્યાન આપ્યું જ નથી. મુકેશ વર્માએ કહ્યું કે બંધારણીય પ્રક્રિયાઓ હેઠળ કોઇ વાત જયારે કહેવામાં આવતી હોય તો, લોકો સાંભળતા હોય છે, વિશ્વાસ કરતા હોય છે. આ વાત સ્વામી પ્રસાદ મોર્યમાં છે. સ્વામી પ્રસાદ જયાં કહેશે ત્યાં હું જઇશ. ઉત્તર પ્રદેશના 23 કરોડ વોટર માટે જે નિર્ણય લેશે તે અમને સ્વીકાર્ય હશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.