એક અઠવાડિયામાં વધ્યા 66 ટકા કેસ ,એપ્રિલ મહિનામાં સંક્રમણ રહેશે ટોપમાં

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે એક રિપોર્ટ જાહેર કર્યો હતો તેના આધારે દેશમાં બીજી લહેર એપ્રિલના અંતમાં ચરમસીમાએ હશે. આ લહેર 100 દિવસ લાંબી ચાલશે જે ફેબ્રુઆરી 15થી શરૂ થઈ છે.

એસબીઆઈએ પહેલી લહેરના આંક પર ધ્યાન આપ્યું છે અને મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળ, છત્તીસગઢ, પ. બંગાળ, દિલ્ગી અને તમિલનાડુને ખરાબ સ્થિતિમાં ગણાવ્યા છે.

કોરોનાની બીજી લહેર સતત ફેલાઈ રહી છે. ગયા વર્ષ મે મહિનામાં પહેલીવાર આટલો ઝડપથી કોરોના વધ્યો હતો તેનાથી સંકેત મળી રહ્યા છે કે વેક્સીનેશન શરૂ થયા બાદ પણ કોરોનાની બીજી લહેરપહેલાથી વધારે ખતરનાક રૂપ લઈ શકે છે. દેશના 2 રાજ્યો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પહેલી લહેરના આંકડાને પણ પાર કરી ચૂક્યા છે.

28 ઓક્ટોબરના બાદ પહેલીવાર 7 દિવસ આ આંક વધ્યો. કોરોનાની રફ્તારની વાત કરીએ તો આંકડા ચોંકાવનારા છે. ફક્ત 7 દિવસ પહેલા દેશમાં કોરોનાના કેસ 28 હજાર હતા અને એક અઠવાડિયામાં તે આંક 66 ટકા વધ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.