અહીંયા 400 લોકો ઘાયલ થયા,એક બાદ એક સતત અનેક થયા છે વિસ્ફોટ

ઈક્વાટોરિયલ ગિનીના આ બ્લાસ્ટમાં 17 લોકોના મોત થયા છે અને 400 લોકો ઘાયલ થયા છે. ઈક્વાટોરિયલ ગિનીમાં એક બાદ એક સતત અનેક વિસ્ફોટ થયા  છે.

રાષ્ટ્રપતિ તિયોદોરો ઓબિયાંગે પહેલા સૂચના આપી હતી કે 15 લોકોના મોત થયા છે અને 500 લોકો ઘાયલ છે. પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલયે બાદમાં કહ્યું કે બાટા શહેરમાં એક બાદ એક વિસ્ફોટમાં 17 લોકોના મોત થયા છે અને 400 લોકો ઘાયલ છે.

રિપોર્ટમાં એમ પણ લખવામાં આવ્યું કે લોકોને વિસ્ફોટના કાટમાળમાંથી લાશોને ખેંચતા જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા અને કેટલીક સરકારી ટીવીમાં આ ઘટનાના ધમાકાની તસ્વીર સામે આવી છે.  જેને જોઈને અદાજો લગાવી શકાય છે કે આ કેટલો મોટો વિસ્ફોટ હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.