તાજેતરમાં સાબરમતી નદીમાંથી,એક સ્ત્રી અને બાળકની મળી હતી લાશ

તાજેતરમાં સાબરમતી નદી (Sabarmati river)માંથી એક સ્ત્રી અને બાળકની લાશ મળી હતી. આ કેસમાં રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે મૃતકના ફોટો અન્ય પોલીસ સ્ટેશનમાં અને અન્ય માધ્યમો દ્વારા બ્રોડકાસ્ટ કરતા મૃતકની ઓળખ થઈ છે. તપાસમાં સામે આવ્યું કે મૃતક પરિણીતાને તેના પતિએ ઝઘડો કરી પિયર મોકલી હતી અને બાદમાં તેડી ગયો ન હતો.

ગત 12મીએ તે એક ગાર્ડન પાસે તેના પતિ ને મળવા ગઈ હતી અને બાદમાં ઘરે પરત આવી ન હતી. ત્યારબાદ 15મીએ તેની લાશ મળતા આ મામલો ઉજાગર થયો હતો. આ કેસમાં મૃતકના નાનીએ મહિલાના પતિ વિરુદ્ધ દુષપ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.

શાહપુરમાં આવેલા શંકરભુવનના છાપરામાં રહેતા 70 વર્ષીય સતી બહેને ફરિયાદ નોંધાવતા પોલીસ સમક્ષ જણાવ્યું કે, તેમને સંતાનમાં છ બાળકો હતા. જેમાંથી ચારનાં મૃત્યુ થઈ ચૂક્યા છે. તેમની એક પુત્રીના ઇસનપુર ખાતે રહેતા એક યુવક સાથે લગ્ન કરાવ્યા હતા. બાદમાં પતિ નશો કરતો અને મજૂરી ન કરતા છૂટાછેડા થયા હતા. જે સંબંઘ દરમિયાન એક પુત્રી સુનિતા હતી

સુનિતાને એવી પણ જાણ થઈ કે દીપકને અન્ય એક સ્ત્રી સાથે પણ પ્રેમ સંબંધ છે. જેથી બંને વચ્ચે ઝઘડો થતા દીપક માર મારીને સુનિતાને પિયર મૂકી ગયો હતો.

જે બાદમાં પતિ દીપક તેને બાળક સાથે તેડી ગયો હતો. જોકે, બાદમાં મામાના દીકરાની પત્નીના ઘરે દશામાના વ્રત દરમિયાન જવા બાબતે ઝઘડો કરી દીપકે તેને પાછી કાઢી મૂકી હતી. દશામાના વ્રત પૂરા થશે એટલે લઈ જઈશ તેવું કહી દીપક સુનિતાને મોકલી દીધી હતી.

ગત 12મીએ સુનિતા તેના ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારે તે ક્યાં જાય છે તે તપાસ કરવા ઘરની એક દીકરીને તેની પાછળ મોકલી ત્યારે તે તેના પતિ દીપકને એક ગાર્ડન બહાર મળવા ગઈ હોવાનું જણાયું હતું. બાદમાં તે ઘરે પરત આવી ન હતી. આ દરમિયાન 15મીએ સતી બહેનના ઘરે પોલીસ આવી હતી અને સાબરમતી નદીમાં એક મહિલા અને તેના નાના પુત્રની મળેલી લાશના ફોટો બતાવતા આ લાશ તેઓએ ઓળખી બતાવી હતી

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.