વિસાવદર તાલુકાનાં પ્રેમપરા ગામે એક ચોંકાવનારી ઘટના ઘટી છે. પ્રેમપરા ગામનાં આઠ વર્ષનો પુત્ર અક્ષય તેની માતાની બાજુમાં સૂતો હતો. ત્યારે અચાનક ઘરમાં દીપડો આવી ગયો હતો અને દીપડાએ છોકરાને માથેથી ઉપાડ્યો હતો. પરંતુ માતાએ પુત્રનો પગ પકડી લીધો હતો.
વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે સો વારિયા વિસ્તારમાં રહેતા શંભુભાઇ ચારોલિયાનો 8 વર્ષનો પુત્ર અક્ષય માતાની બાજુમાં સુતો હતો. રાતે બે વાગ્યાની આસપાસ અચાનકજ એક દીપડો તેના ઘરમાં ધસી આવ્યો હતો. દીપડાએ અક્ષયનું માથું મોંથી પકડી લીધું હતું.
અક્ષયને દીપડાએ ઇજા પહોંચાડી હતી. જેથી તેને પહેલા સારવાર માટે વિસાવદરના સરકારી દવાખાને લઇ જવાયો હતો. ડે બાદ ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતાં વન અધિકારીઓ સિવિલ હોસ્પિટલે પહોંચી ગયા હતા.
થોડા મહિના પહેલા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી ઢોલ ડુંગરી અને આસપાસના ગામમાં ફરી એક વખત દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો હત મોડી રાત્રે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી ઢોલ ડુંગરી ગામના જાહેર રસ્તા પર એક ખૂંખાર દીપડો આંટાફેરા મારી રહ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.