ઉત્તર પ્રદેશમાં એક એવી ઘટના સામે આવી છે જે જાણીને તમે હચમચી જશો. બલરામપુરમાં રાપ્તી નદીમાં કોરોના સંક્રમિત મૃતકની બોર્ડી ફેંકવાની ઘટના બાદ હવે સંત કબીરનગર જિલ્લાનો હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે.
જે દીકરાઓેએ પિતાની આંગળી પકડીને ચાલવાનું શિખ્યા તેમના અમાનવીય વ્યવહારથી લોકો હેરાન થઈ ગયા. આ મામલો સંત કબીરનગર જિલ્લાના થાના બેલહર વિસ્તારના પરસા શુક્લ ગાંમનો છે. અહીના રામ લલિતની તબિયત ઘણા દિવસથી ખરાબ હતી.
પિતાની મોત પર પરિવારજનો લાશને અડતા ગભરાયા. કોરોનાના ડરે પુત્રોએ અંતિમ સંસ્કારની જગ્યાએ જેસીબી મંગાવી ખાડો ખોદાવ્યો અને પિતાને દફનાવી દીધા. પુત્રો પિતાને કચરાની જેમ જીસીબીમાં રાખીને લઈ ગયા અને બહાર જઈ ખાડામાં નાંખી દીધા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.