મુંબઈ પોલીસે એક ક્લબમાં રેડ પાડી હતી, જેમાં આશરે 34 લોકો પાર્ટી કરી રહ્યા હતા, જેમાં રૈના અને ગુરુ રંધાવાને પણ પકડી લેવામાં આવ્યા હતા.
ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના એક નવા વિવાદમાં ફસાતો જોવા મળી રહ્યો છે. મુંબઈમાં નાઈટ કર્ફ્યૂના ઉલ્લંઘન કેસમાં તેને બોલિવુડના જાણીતા સિંગર ગુરુ રંધાવા ધરપકડ કરવામાં આવી હતી. જોકે પછી જામીન પર તેમને છોડી દેવામાં આવ્યા હતા
સુઝૈન ખાન પણ આ 34 લોકોમાં સામેલ હતી. આ બધા લોકો પર કોરોના વાયરસની SoP તોડવાનોઆરોપ લગાવવામાં આવ્યો છે. મીડિયામાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, આ રેડ રેડ ડ્રેગન ક્લબમાં પડી હતી, જે મુંબઈ એરપોર્ટ પાસે આવેલી હોટલ મેરિયોટમાં છે.
મળેલી માહિતી પ્રમાણે ગુરુ રંધાવા, સુઝૈન ખાન અને સિંગર બાદશાહ પણ આ પાર્ટીમાં હાજર હતા. મુંબઈ પોલીસના સૂત્રોના કહેવા પ્રમાણે, રેડ પાડ્યા પછી ઘણા જાણીતા સિતારાઓ ક્લબના પાછળના દરવાજામાંથી ભાગી નીકળ્યા હતા.
રૈના તે પછી ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમવા માટે દુબઈ પહોંચ્યો હતો પરંતુ IPLના શરૂ થવા પહલા જ તે કોઈક પર્સનલ કારણોને લીધે સ્વદેશ પાછો ફર્યો હતો. રૈનાની કમી ટીમમાં ઘણી જોવા મળી હતી અને IPLના ઈતિહાસમાં પહેલી વખત ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફમાંથી બહાર નીકળનારી પહેલી ટીમ બની હતી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.