એક દરિયાદીલ દિકરી,વડોદરા શહેરમાં છેલ્લા દસ વર્ષથી ગરીબ તથા મધ્યમ પરિવારની દીકરીઓની,ઊઠાવી રહી છે ફી….કોણ છે આ દીકરી જાણો

રાજ્યના મહાનગર વડોદરા શહેરમાં છેલ્લા દસ વર્ષથી ગરીબ તથા મધ્યમ પરિવારની દીકરીઓની ફી એક યુવતી ઊઠાવી રહી છે. હજારો દીકરીઓના જીવનમાં જ્ઞાનરૂપી જ્યોત પ્રજ્વલીત કરવામાં જે યુવતીનો અમુલ્ય ફાળો છે એનું નામ છે નિશિતા રાજપુત.

10 વર્ષ પહેલા બેટી બચાવો, બેટી પઢાવો યોજના સાથે દીકરીઓની સ્કૂલ ફી ભરવાની કામગીરી શરૂ થઈ હતી. એ સમયે 151 દીકરીઓની સ્કૂલ ફી ભરી હતી. હાલમાં 34500 છોકરીઓની સ્કૂલ ફી રૂ. 3 કરોડ 80 લાખ ફી ભરવા માટે મદદ હેતું આગળ આવી છે. સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત કહે છે કે, ગત વર્ષે કોરોનાની મહામારીના કાળમાં રૂ.55 લાખની ફી મદદ રૂપે ભરી હતી.

જે દાતાઓ ચેક આપે છે એમને વિદ્યાર્થીનું નામ, પરિણામની નકલ, વિદ્યાર્થીનો ફોટો, માતા-પિતાની વિગત, ચેકની વિગત સહિત તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે. જેથી દાતાને પણ ખ્યાલ આવે કે તે કઈ દીકરીને ભણાવી રહ્યા છે. નબળા વર્ગની તેમજ અભ્યાસથી વંચિત હોય એવી દીકરીઓની પ્રાથમિકતા રહે છે. પિતા ગુલાબસિંહ રાજપુતના પગલે ચાલીને દીકરી નિશિતા પોતાના ખર્ચે હજારો દીકરીઓના એજ્યુકેશનમાં મદદ કરી રહી છે.

ઘણા એવા પરિવારમાં દીકરીની ઈચ્છા આગળ ભણવાની હોય છે, દીકરી સક્ષમ પણ હોય છે પણ માતા પિતાથી પહોંચાય એમ હોતું નથી. ફી ના કારણે કોઈ દીકરી શિક્ષણથી વંચિત ન રહી જાય એટલા માટે હું વધુને વધુ ફી ભરવા માટે તૈયાર થઈ રહી છું. અગાઉ તે દીકરીઓના અભ્યાસ પાછળ અઝી કરોડ જેવી મોટી રકમ પણ વાપરી ચૂકી છે. તાજેતરમાં ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને નવા મોબાઈલ ફોન પણ આપ્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓના બેન્ક ખાતામાં રૂ.5000ની ફિક્સ ડિપોઝીટ પણ મૂકી હતી. આ ઉપરાંત વુમન એમ્પાવરમેન્ટ માટે બહેનોને રોજગારી પણ પૂરી પાડવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.