સલમાન ખાન (Salman Khan)ની ફેન ફોલોઇંગ આખી દુનિયામાં છે. આજે તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ રિલીઝ થવાની છે. ઇદનાં સમયે સલમાને ફેન્સ માટે ખાસ ગિફ્ટ આપી છે.
સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મમાં ‘વિલન’નો રોલ અદા કરનારો સંગે શેલ્ત્રિમ સલમાનનો મોટો ફેન છે. તેનાં ફેનની કિસ્મત તે રીતે ચમકી કે તેને સીધી બોલિવૂડમાં એન્ટ્રી કરવાની તક મળી ગઇ.
એક દિવસ તેનાં મિત્રનો મુંબઇથી ફોન આવ્યો કે, સમલાન ખાને તને યાદ કર્યો છે અને તને મળવાં માંગે છે. જોકે, મને ફોન પર જ કહી દેવામાં આવ્યું હતું કે, મને સમલાન ખાનની ફિલ્મ ‘રાધે’માં એક રોલ મળવાનો છે. ભૂટાનનાં રહેવાસી સંગે માટે આ કોઇ સપનાથી કમ ન હતું. કારણ કે, જે સ્ટારનો તે ફેન છે તે આજે તેની સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવાં માંગે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.