મહારાષ્ટ્રના બારામતી ખાતેથી, એક ખૂબ જ ચોંકવનારી ઘટના,આવી છે સામે

મહારાષ્ટ્રના બારામતી ખાતેથી એક ખૂબ જ ચોંકવનારી ઘટના સામે આવી છે. બારામતી પોલીસે રેમડેસિવિર ઈંજેક્શનની ખાલી શીશીમાં પેરાસિટામોલ દવા ભરીને કોરોનાના દર્દીઓને વેચી રહેલી એક ટોળકીનો પર્દાફાશ કર્યો છે.

એક ખાનગી હોસ્પિટલમાં ઈંજેક્શન મળતું હોવાની જાણ થતાં તે હોસ્પિટલ પહોંચ્યો હતો. હોસ્પિટલમાં ટોળકીના સદસ્યએ તેને પોતે કોવિડ કેન્દ્રમાં કામ કરે છે તેમ કહીને ઈંજેક્શનની કિંમત 35,000 રૂપિયા કહી હતી અને 2 ઈંજેક્શનના 70,00 માંગ્યા હતા.

ચારેય આરોપીની પુછપરછ દરમિયાન ખૂબ જ ચોંકાવનારો ખુલાસો થયો હતો. તે પૈકીનો એક આરોપી કોવિડ સેન્ટરમાં કામ કરતો હતો અને તે રેમડેસિવિરની ખાલી શીશીઓ ભેગી કરીને પોતાના સાથે લાવતો હતો. ત્યાર બાદ તેઓ પેરાસિટામોલની ગોળીઓ પાણીમાં ઓગાળીને તે લિક્વિડ શીશીમાં ભરી દેતા હતા

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.