કુદરત સાથે મસય વીતાવવા માગતા, એક ખુબસુરત કપલ, પહોંચ્યા હતા એક સુમસાન ટાપુ પર

એક બ્રિટિશ કપલ આ બધાથી દૂર રહ્યું છે અને તેનું કારણ લોકડાઉન પહેલા તેમણે લીધેલો એક નિર્ણય છે. અસલમાં ઈંગ્લેન્ડના લીડ્સ, વેસ્ટ યોર્કશાયરમાં રેહતા 34 વર્ષના લ્યુક અને 36 વર્ષની સારા કુદરત સાથે મસય વીતાવવા માગતા હતા અને આ જ કારણ છે કે લોકડાઉનના થોડા સમય પહેલા તેઓ આયર્લેન્ડના એક દ્વીપ ઓવી આઈલેન્ડ આવી ગયા હતા. આ દ્વીપ અંગે સ્થાનિક પુસ્તકોમાં લખેલું છે કે અહીં છેલ્લે શિયાળાની સીઝનમાં વર્ષ 1974માં લોકો આવ્યા હતા, જેના પછી આ વિસ્તાર સૂમસાન પડ્યો છે.

લ્યુકે આ અંગે વાત કરતા એક મીડિયાને કહ્યું હતું કે, અમે અહીં આ ટાપુ પર સંપૂર્ણ રીતે આઈસોલેટ છીએ અને અમને બહારની દુનિયમાની ઘણી અજીબો ગરીબ વાતો સાંભળવા મળી રહે છે.

તેમણે આ ટાપુ અંગે વાત કરતા કહ્યું છે કે અહીં લાઈફની સ્પીડ ઘણી ધીમી છે. અમે અમારા કુતરાઓ સાથે સમય વીતાવીએ છીએ. પોતાનું ખાવાનું જાતે ઉગાડીએ છીએ અને નવી સ્કીલ શીખીએ છીએ.

આ દ્વીપથી જવા માટેનો એક જ રસ્તો છે અને અહીં થી એક હોડી દ્વારા જ બીજા દ્વીપ પર પહોંચી શકાય તેમ છે, જે એક બ્રિજ દ્વારા આ જગ્યાને મુખ્ય માર્ગ સાથે જોડે છે. સોશઇયલ વર્કર સારાનું કહેવું છે કે અમે આ ટાપુ પર ઘણું બધુ શીખ્યું છે અને અમારા અનુભવ અવિશ્વાસનીય રહ્યા છે. ફિશીંગ, બોટ્સ અને પ્રાણીઓને જાતે પાળવા જેવા ઘણા કામ છે જે અમે અમારી લાઈફમાં પહેલા ક્યારેય કર્યા ન હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.