એક મહિનામાં 66 લાખથી વધારે કેસ,એક દિવસના કેસ 4 લાખ 1 હજાર 911 મામલા સામે આવ્યા

આ એપ્રિલ મહિનામાં 66 લાખથી પણ વધારે કેસ સામે આવ્યા છે. જેને ગત વર્ષ મહામારીની શરુઆત બાદ સંક્રમણના મામલાને લઈને સૌથી ખરાબ મહિનો સાબિત થયો છે.

ભારતમાં કોરોનાના એક દિવસના કેસ 4 લાખ 1 હજાર 911 મામલા સામે આવ્યા છે. જેની સાથે જ સંક્રમિત લોકોના અત્યાર સુધીના આંકડા વધીને 1.91ને પાર  પહોંચી ગયા છે. જ્યારે માર્ચના અંત સુધીમાં મામલાની સંખ્યા  12149335 હતી.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ અગ્રવાલે કહ્યુ કે ગત ચાર અઠવાડિયામાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, પંજાબ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પરિસ્થિતિ વધારે ચિંતાજનક છે.

દેશભમાં સંક્રમણની સ્પીડીની વાત કરીએ તો ગત 10 દિવસમાં કોરોનાના દર્દીના આંકડા રોજના 3 લાખથી 4 લાખને પાર થયા છે. આ પહેલા 21 એપ્રિલથી રોજના 3 લાખથી વધારે મામલા સામે આવ્યા છે. 21 એપ્રિલે જ્યાં 3.15 લાખ દર્દી મળ્યા હતા. ત્યારે 22 ના રોજ 3.32 લાખ, 23ના રોજ 3.45 લાખ, 24ના રોજ 3.48 લાખ, 25 ના રોજ 3.54 લાખ, 26ના રોજ 3.19 લાખ. 27ના રોજ 3.62 લાખ, 28ના રોજ 3.79 લાખ,  29 ના રોજ 3.86 લાખ અને 30 એપ્રિલે 4.01 લાખ નવા દર્દી મળ્યા છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.