છેલ્લા 24 કલાકમાં 35871 નવા કેસ અને 172 મોત થયા છે. તેની સાથે જ સારવાર લેનારા કોરોના દર્દીની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા 1 મહિનામાં સક્રિય દર્દીની સંખ્યામાં 85 ટકાનો વધારો થયો છે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર 17 ફેબ્રુઆરીએ દેશમાં 1 લાખ 36 હજાર 549 સક્રિય કેસ હતા. તે સમયે સક્રિય કેસ સતત ઘટી રહ્યા હતા. પણ છેલ્લા એક મહિનાથી તેમાં વધારો આવ્યો છે. તેનું કારણ એ છે કે નવું સંક્રમણ વધી રહ્યું છે
6 ડિસેમ્બર બાદ ગુરુવારે સૌથી વધુ નવું સંક્રમણ જોવા મળ્યું છે. ત્યારે 36011 નવા કેસ આવ્યા છે. આ સાથે દેશમાં કોરોનાથી અત્યારસુધી સંક્રમિત થનારાની સંખ્યા 1 કરોડ 14 લાખ 74 હજાર 604 થઈ છે.
મંત્રાલયે કહ્યું છે કે 5 રાજ્યો – મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં 79.54 ટકા નવા કેસ આવ્યા છે. ફક્ત મહારાષ્ટ્રમાં જ 63.21 ટકા એટલે કે 16620 નવા કેસ આવ્યા છે.
એક દિવસમાં દેશમાં કોરોનાથી 20 હજાર 338 દર્દી રિકવર થયા હોવાનુ સામે આવ્યું છે. તો અન્ય તરફ એક દિવસમાં દેશમાં કોરોનાથી 155 દર્દીના મૃત્યુ પણ થયા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 2 લાખ 68 હજાર 338 પહોંચી ચૂક્યા છે. દેશમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 15 લાખ 13 હજાર 945 થયા છે. ભારતમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 10 લાખ 81 હજાર 508 થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.