કોરોના સમયમાં ઘરે ખાનગી સારવાર કરનારા માટે એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે, અમરાઈવાડી વિસ્તારમાં ઘરે સારવાર આપવાના બહાને બોગસ ડોક્ટર અને તેની સાથેની ટોળકી દર્દીઓ સાથે ઠગાઈ કરતા હતા. અને સારવાર આપવાના નામે પૈસા પડાવતા હતા.આ ટોળકીએ કોરોના દર્દીના પરિવારજનો પાસેથી એક દિવસો રૂપિયા 10 હજાર ચાર્જ લેતા હોવાનું સામે આવ્યું છે.
મહત્વનું છે કે સમગ્ર મામલે પરિવારજનોને આશંકા જતા અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, કોરોના કાળમાં કેટલાક લોકો કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા હોવાથી તેઓ હોસ્પિટલમાં સારવાર અર્થે જવાનું ટાળે છે અને ઘરમાં ક્વોરોન્ટાઈ થઈ સારવાર કરાવતા હોય છે
નર્સતરીકે સેવા આપતી મહિલા ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે, સમગ્ર ઘટનાનો પર્દાફાસ થતા જ અમરાઈવાડી પોલીસમાં બોગસ ડોક્ટર અને તેની ટોળકી સામે ફરિયાદ નોંધાઈ છે. આ ટોળકીએ સારવાર આપવાના બહાને દર્દીના પરિવારજનો પાસેથી દોઢ લાખ રૂપિયા પડાવ્યા હોવાનું મનાઈ રહ્યું છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.