ચાલતા ચાલતા પાણી ન મળતા પાંચ વર્ષીય બાળકીનું થઈ ગયું મોત,એક રાહદારીએ આ બંનેને જોયા…..

જાણકારી અનુસાર રાણીવાડા જિલ્લાના ડુંગરીમાં રહેલી વૃદ્ધ મહિલા સુખીદેવીનું રાયપુરમાં પિયર છે. તે પોતાની પાંચ વર્ષની દોહિત્રી સાથે પિયર ગયા હતા. રવિવારે 6 જૂનના રોજ ઠડું વાતાવરણ જોઈને તે પોતના બહેનના ઘરે પાછા જવા માટે ચાલતા ચાલતા જવા માટે નીકળ્યા હતા. તેમણે દસ કિલોમીટર દૂર જવાનું હતું, પણ બપોરના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સખત ગરમી શરૂ થઈ હતી

મળતી માહિતી મુજબ,વૃદ્ધા સાથે પાણીની બોટલ પણ હતી નહીં અને તે જે માર્ગે ચાલતા હતા ત્યાં માત્ર રેતી જ હતી. આગ ઝરતી ગરમી અને સાથે પાણી ના હોવાને કારણે તે બંનેને ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ હતી. તેથી બંને બેહોશ થઈને પડી ગયા હતા. ઘણી વર પછી ત્યાંથી પસાર થતાં એક રાહદારીએ આ બંનેને  જોયા અને ત્યાંનાં સરપંચ કૃષ્ણકુમારણે ફોન કરીને બોલાવવામાં આવ્યા. ત્યારબાદ પોલીસ પણ ત્યાં આવી પહોંચી, પણ ત્યાં સુધીમાં બાળકી મૃત્યુ પામી હતી.

વૃદ્ધાએ સ્વસ્થ થતાં જણાવ્યું કે વધુ પડતી ગરમીને કારણે બંને બેહોશ થઈ ગયા હતા. તેમને શું કરવું એ સૂઝતું ન હતું, પણ થોડા સમય પછી વરસાદ શરૂ થયો હતો તેથી તેમને રાહત મળી હતી,

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.