સરકારે તેને સરળ બનાવવા માટે એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે, જે અંતર્ગત આવા વાહનોને ખાસ સીરિઝના નંબર જારી કરવામાં આવશે.
બુધવારે જારી કરાયેલા ડ્રાફ્ટ મુજબ, ખાનગી વાહનોને એક રાજ્યથી બીજા રાજ્યમાં શિફ્ટ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે આવા વાહનોને IN Seriesના નંબર અલોટ કરવામાં આવશે. સરકારે આ પગલું લોકોની સુવિધા અને ટેક્નિકલ સમસ્યાને પહોંચી વળવા લીધું છે. આ ડ્રાફ્ટ નોટિફિકેશન પર મંત્રાલયે 30 દિવસની અંદર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ઉપરાંત સામાન્ય નાગરિકો પાસેથી સૂચનો માંગ્યા છે.
જાહેરનામા મુજબ સરકારે આવા વાહનો માટે ખાસ જોગવાઈ કરી છે કે તેઓને ખાસ શ્રેણીના નંબર ફાળવવામાં આવશે. હાલમાં તેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરવામાં આવી રહ્યું છે.
આવા વાહનો સાથે સરકાર બે વર્ષ માટે અથવા બે વર્ષના મલ્ટીપ્લીકેશનમાં મોટર વાહન ટેક્સ લેશે. આ સમગ્ર પ્રક્રિયાનો ફાયદો એ થશે કે લોકોને બંને રાજ્યોના આરટીઓના ધક્કા ખાવા પડશે નહીં, કારણ કે આ સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન થશે.
હાલમાં મોટર વાહન અધિનિયમ, 1988ની કલમ 47 મુજબ, એક રાજ્યથી બીજા રાજ્યમાં સ્થાનાંતરિત કર્મચારીઓને તેમના વાહનોની ફરીથી નોંધણી કરવી પડે છે. જે અંતર્ગત તેમને 15 વર્ષમાંથી બાકીના વર્ષો માટે માર્ગ ટેક્સ જમા કરાવવાનો રહેશે. સાથે જ, એનઓસી જૂના રાજ્યમાંથી લેવી પડશે અને નવા રાજ્યમાં જમા કરાવવી પડશે. માર્ગ ટેક્સની રકમના દાવા માટે, જે રાજ્યમાં અગાઉ ગાડીની નોંધણી કરવામાં આવી હતી, ત્યાં રાજ્યને અરજી કરવી પડશે, જેના કારણે ઘણાં લોકો ક્લેમ લેતા જ નથી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.