એક સાસૂ-વહૂ સાથે સંકળાયેલ વિચિત્ર ઘટના,તેલંગાણાથી આવી છે સામે

એક સાસૂ-વહૂ સાથે સંકળાયેલ વિચિત્ર ઘટના તેલંગાણાથી સામે આવી છે. જેને સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. વાસ્તવમાં અહીં એક મહિલા કોરોના પોઝિટિવ હોવાના કારણે તેમને હોમ આઈસોલેશનમાં રખાઇ હતી. આ દરમિયાન તે પોતાની પુત્રવધુને મહેણાં મારવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં, મહિલાએ પોતાની વહુને પરાણે ગળે લગાવીને તેને પણ કોરોનાથી સંક્રમિત કરી નાખી હતી.

આ બાબતમાં પ્રાપ્ત માહીતી મુજબ, તેલંગાણાના સોમરીપેટા ગામમાં એક મહિલાનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ઘરમાં જ હોમ કોરેન્ટાઈન કરાઈ હતી. કોરોના ફેલાવવાના ભયથી પરિવારના લોકોએ તેને મળવાનું બંધ કરી નાખ્યુ હતું

પોતાની પુત્રવધુને કહેતી કે, મારા મર્યા બાદ તુ સુખીથી રહેવા માંગે છે. તેથી જ તે મને રૂમમાં બંધ કરી નાખી છે. તેનાથી પણ મહિલાની નારાજગી અટકી નહોતી અને પરાણે પોતાની પુત્રવધુને ગળે લગાવી દીધી હતી. જેના કારણે તે પણ કોરોના સંક્રમિત થઈ ગઈ હતી.

જ્યારે પુત્રવધુનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો તેને ઘરેથી કાઢી મૂકવામાં આવી હતી. ત્યારબાદ બાદ તે રાજન્ના સિરસિલા જિલ્લાના થિ્મ્માપુર ગામમાં પોતાના પિયર ચાલી ગઈ હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.