એક ખૂબ જ પ્રચલિત કહેવત છે. જો જોશમાં આવીને હોશ ગુમાવી દેશો તો નુકસાન તમને જ થશે. રશિયામાં આ કહેવતને સાર્થક બનાવતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિ ચેલેન્જ બાદ એક સાથે દોઢ લીટર વોડ્કા (શરાબ) (Vodka) પી ગયો હતો. જે બાદમાં વ્યક્તિનું ઘટના સ્થળે જ નિધન થયું હતું.
60 વર્ષીય વ્યક્તિએ યુ-ટ્યુબ લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન વધારેમાં વધારે શરાબ પીવાની ચેલેન્જ સ્વીકારી હતી. જે બાદમાં તેણે એક સાથે દોઢ લીટર વોડ્કા પી લીધી હતી.આ ચેલેન્જને ‘થ્રેશ સ્ટ્રીમ’ કે ‘ટ્રેશ સ્ટ્રીમ’ કહે છે. આ ચેલેન્જમાં કોઈ વ્યક્તિને પૈસાના બદલામાં અજીબગરીબ કામ કરવાનું કહેવામાં આવે છે. જેનું લાઇવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવે છે. આજકાલ આવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
60 વર્ષીય વ્યક્તિની ઓળખ યૂરી દુશેનિક તરીકે કરવામાં આવી છે. આ વ્યક્તિને પૈસાના બદલે ગરમ સૉસ અથવા શરાબ પીવાની ચેલેન્જ આપવામાં આવી હતી.
સ્થળ પર જ તેનું મોત થઈ ગયું હતું. તેનું મૃત શરીર પર યુ-ટ્યુબ પર જોવા મળી રહ્યું હતું.
બીજી સોશિયલ મીડિયા પર વધી રહેલી આવી હિંસા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.