એક વૃદ્ધે સેનીટાઇઝર નો કર્યો આવો આવો ઉપયોગ, તમે પણ ચોંકી જશો જાણીને…….

સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે હસીને થાકી જશો. આ વીડિયોમાં જે રીતે વૃદ્ધ વ્યક્તિએ સેનેટાઈઝરનો ઉપયોગ કર્યો છે. તે હાસ્યાસ્પદ છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કોઈ સામૂહિક જગ્યાએ લોકો ભેગા થયા છે. તેમાં બાળકો અને વૃદ્ધો સામેલ છે.

વૃદ્ધ વ્યક્તિ સેનેટાઈઝરને હાથમાં સારી રીતે મિક્સ કરે છે, કેને પહેલા હાથમાં લગાવે છે, પછી ચહેરા અને વાળ પર લગાવે છે અને પછી પગ પર પણ લગાવે છે. આ જોઈને યુવક ફરીથી વૃદ્ધ વ્યક્તિ પાસે આવે છે અને સ્માઈલ આપે છે જાણે પહેલીવાર સેનેટાઈઝર ઓછું પડ્યું હતું. આસપાસ હાજર લોકો પણ આ વૃદ્ધ વ્યક્તિને આશ્ચર્ય સાથે જુએ છે.

આ વીડિયો એક ભારતીય સેવા અધિકારી  Rupin Sharma IPSએ શેર કર્યો છે. તેઓએ સોશ્યલ મીડિયા ટ્વિટર પર તેને શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે આમનો કોરોના વાળ પણ વાંકો નહીં કરી શકે પણ માસ્ક નીચે કરતા નથી આ કાકા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.