એકસાથે 13 ફ્લાઈટમાં બોમ્બના મેસેજથી હડકંપ: સુરતથી ગોવા જતી ફ્લાઇટને ઉડાવાની ધમકી…

Surat-Goa Flight News: ઈન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું કે મંગળવારે 13 ફ્લાઈટને ધમકીઓ મળી હતી. જેમાં બેંગ્લોર-લખનૌ, આઈઝોલ-કોલકાતા, કોલકાતા-બેંગ્લોર (Surat-Goa Flight News), મુંબઈ-ઈસ્તાંબુલ, કોલકાતા-જયપુર, કોલકાતા-અમદાવાદ, હૈદરાબાદ-જોધપુર, લખનૌ-ગોવા, ગોવા-અમદાવાદ, પુણે-દેહરાદૂન, સુરત-ગોવા, બાગડોગરા-ચેન્નાઈનો સમાવેશ થાય છે.

જયારે ફરી એકવાર સુરતથી ગોવા જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી હતી.. ફ્લાઈટ ટેકઓફ થયાના 20 મિનિટ બાદ આવી ધમકી મળી હતી.. જે બાદ તંત્ર દોડતું થયું હતું.

ગોવામાં પહોંચ્યા બાદ ફ્લાઈટમાં ચેકિંગ કરાતા કોઈ વાંધાજનક વસ્તું મળી આવી ન હતી. સોમવારે મોડી રાત્રે, ઓછામાં ઓછા ત્રણ – બેંગલુરુ-જેદ્દાહ (6E 77) ને દોહા તરફ, કોઝિકોડ-જેદ્દાહ (6E 65) ને રિયાધ અને દિલ્હી-જેદ્દાહ (6E 63) ને મદીના તરફ વાળવી પડી હતી.

IndiGo કહે છે કે અમારા તમામ કામગીરીમાં અમારા ગ્રાહકો અને ક્રૂની સલામતીની ખાતરી કરવી સર્વોપરી છે. મહત્વનું છે કે આજે દેશની 20 ફ્લાઇટ્સને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી, જેમાં ઇન્ડિગો એરલાઇન્સની 10 અને વિસ્તારાની 10 ઉડાનો શામેલ હતી.

જાણો કેટલા વિમાનોને ધમકી મળી હતી?

ઇન્ડિગોની 6E-63 દિલ્હી-જેદ્દા, ઇન્ડિગોની 6E-12 ઇસ્તાન્બુલ-દિલ્હી, ઇન્ડિગોની 6E-83 દિલ્હી-દમદમ, ઇન્ડિગોની 6E-65 કોઝિકોડ-જેદ્દા, ઇન્ડિગોની 6E-67 હૈદરાબાદ-જેદ્દા, ઇન્ડિગોની 6E-77 બેંગ્લોર-જેદ્દા, ઇન્ડિગોની 6E-18 ઇસ્તાન્બુલ-મુંબઈ, ઇન્ડિગોની 6E-164 મેંગ્લોર-મુંબઈ, ઇન્ડિગોની 6E-118 લખનૌ-પૂણે, ઇન્ડિગોની 6E-75 અમદાવાદ-જેદ્દા

અઠવાડિયાથી ચાલી રહેલો સિલસિલો ગત એક અઠવાડિયા દરમિયાન ભારતીય વિમાન કંપનીઓ દ્વારા સંચાલિત 100 થી વધુ ઉડાનોમાં બોમ્બ મૂકવામાં આવ્યા હોવાની ધમકીઓ મળી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડૂએ જણાવ્યું હતું કે બોમ્બની ધમકીઓ ભલે અફવા હોય, પરંતુ આવા મામલાઓને હળવાશથી લઈ શકાય તેમ નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.