રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત એ કહ્યું છે કે એકતામાં અનેકતા, અનેકતામાં એકતા આ જ ભારતની મૂળ વિચારધારા છે.
મોહન ભાગવતે દિલ્હી (Delhi)માં ‘મેકિંગ ઓફ ધ હિંદુ પેટ્રિઅટ – બેકગ્રાઉન્ડ ઓફ ગાંધીજીના હિન્દ સ્વરાજ’ નામના પુસ્તકનું વિમોચન કરતી વખતે આ વાત કહી હતી.
ગાંધીજી વિશે આ એક અધિકૃત સંશોધિત પુસ્તક છે. પરંતુ તેમના વિમોચન કાર્યક્રમમાં લોકો સંઘના સ્વયંસેવકો જ હોય તેને લઇ લોકો ચર્ચા કરી શકે છે પરંતુ આવું હોવું જોઈએ નહીં.
પુસ્તક અંગે મોહન ભાગવતે કહ્યું કે તે એક પ્રામાણિક શોધગ્રંથ છે. પરિશ્રમપૂર્વક સંશોધન પછી લખાયેલું છે. ગાંધીજીએ એકવાર કહ્યું હતું કે મારા દેશભક્તિનો ઉદ્ભવ મારા ધર્મથી થાય છે. એક વાત સ્પષ્ટ છે કે જો તે હિન્દુ છે તો તેમના મૂળમાં પેટ્રોએટ (દેશભક્ત) બનવું જ પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.