ભારતીય બજારોમાં સોનાઅને ચાંદીની કિંમતમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર આજે સોનું 0.16 ટકાના વધારા સાથે 47670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે તો ચાંદી 0.26 ટકા વધીને 72000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચ્યું છે. એક રીતે જોઈએ તો લગ્ન સીઝનની સાથે સોનાના ભાવમાં પણ ચમક જોવા મળી રહી છે.
શુક્રવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત 0.16 ટકાના વધારાની સાથે 47670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચ્યું છે.
એમસીએક્સ પર મે મહિનામાં વાયદા ચાંદીની કિંમત 0.26 ટકા વધીને 71869 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી છે. જ્યારે કાલે ચાંદીની કિંમત 69809 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ હતી.
કોરોના વાયરસના નવા કેસમાં આવેલા વધારાના કારણે લોકો સુરક્ષિત રોકાણ વિકલ્પ પસંદ કરી રહ્યા છે. તેનાથી સોનાની કિંમતોને સમર્થન મળી રહ્યું છે.
સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો સરકારની તરફથી એક એપ બનાવવામા આવી છે. ‘BIS Care app’થી ગ્રાહકો સોનાની શુદ્ધતાની તપાસ કરી શકે છે. આ એપમાં સોનાની શુદ્ધતાની તપાસની ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો તેની ફરિયાદ ગ્રાહક કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.