આમા કોઈનો વાંક નથી. મારા ઘરના કે કોઈનો વાંક નથી. હું મારા મનથી મારી જિંદગી છોડું છું. કોઈને હેરાન ન કરતા. નકર મારો જીવ નહીં જાય. હું મારી મનથી મારી જિંદગી છોડું છું.” જામનગર માં એક 21 વર્ષીય યુવતીએ ઉપર મુજબની ચીઠ્ઠી લખીને આપઘાત કરી લીધો છે.
બનાવ ધ્યાનમાં આવ્યા બાદ તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી. જોકે, 108નો સ્ટાફ કંઈ કરતે તે પહેલા જ યુવતીનું મોત થઈ ચુક્યું હતું. આ બનાવ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિવારના સભ્યોની પૂછપછ કરી હતી. તપાસ દરમિયાન એક સુસાઇડ નોટ મળી આવી છે.
કેસ-2: પતિ સાથે સામાન્ય વાતે ઝઘડા બાદ પત્નીનો આપઘાત: વડોદરા શહેરમાં છેલ્લા થોડા દિવસોમાં આપઘાતના અનેક બનાવો સામે આવ્યા છે. સોની પરિવારના સામુહિક આપઘાત બાદ અહીં સતત આપઘાતના બનાવો સામે આવ્યા છે. બે દિવસ પહેલા જ એક યુવકે પત્નીના ત્રાસથી આપઘાત કરી રહ્યાનું લખીને આપઘાત કરી લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.