વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લાના ચીફ એલન મસ્કે આખરે ટ્વિટર ખરીદી લીધું. આ ડીલ અંગેની માહિતી કંપની દ્વારા આપવામાં આવી હતી. કંપનીએ કહ્યું કે આ ડીલ 44 અબજ અમેરિકન ડોલર એટલે કે લગભગ 3368 અબજ રૂપિયામાં ડીલ કરવામાં આવી છે. લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરને ખરીદવા માટે એલોન મસ્ક સાથેના સોદા વચ્ચે ટ્વિટરે કહ્યું કે એકવાર એક્વિઝિશન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તે પછી તે ખાનગી માલિકીની કંપની બની જશે. આ દરમિયાન ટેસ્લા ચીફનું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટ પછી નિષ્ણાતો માની રહ્યા છે કે બંને કંપનીઓ વચ્ચે ડીલ થઈ ગઈ છે.અને આના પરથી સ્પષ્ટ થાય છે કે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક એલન મસ્કે ટ્વિટર પર કબજો કરી લીધો છે.
એલન મસ્કે ટ્વીટે કર્યું કે હું આશા રાખું છું કે મારા સૌથી ખરાબ ટીકાકારો પણ ટ્વિટર પર જ રહે, કારણ કે ફ્રી સ્પીચનો આ જ મતલબ છે. મસ્કનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. અગાઉ એવા સમાચાર હતા કે ટ્વિટર પ્રતિ શેર $54.20ના રોકડ ભાવે એલન મસ્કના હાથમાં જઈ શકે છે.અને મળતા અહેવાલો અનુસાર, ટ્વિટર સોદો પૂર્ણ કરવાની નજીક હતું. આ એ જ કિંમત છે જે એલન મસ્કે ટ્વિટરને ઓફર કરી હતી. મસ્ક વતી કહેવામાં આવ્યું હતું કે આ તેમની તરફથી શ્રેષ્ઠ અને અંતિમ ઓફર છે.
છેલ્લા કેટલાક અઠવાડિયાથી ટ્વિટર એલન મસ્કની ઓફર પર વિચાર કરી રહ્યું છે. બોર્ડની સહમતિ બાદ હવે ટ્વિટર વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.અને એલન મસ્કે એક નિવેદનમાં મોટા ફેરફાર વિશે જણાવ્યું છે.
ટ્વિટરે શેરહોલ્ડરોને ટ્રાન્ઝેક્શનની ભલામણ કરવા બોર્ડ મીટિંગ બાદ સોમવારે મોડી રાત્રે $43 અબજ ડોલરના સોદાની જાહેરાત કરી હતી. એલન મસ્કે ગયા અઠવાડિયે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરને $43 અબજમાં ખરીદવાની ઓફર કરી હતી. મસ્કએ કહ્યું કે તે ટ્વિટર ખરીદવા માંગે છે કારણ કે તેને નથી લાગતું કે તે સ્વતંત્ર અભિવ્યક્તિના પ્લેટફોર્મ તરીકે તે ખરું ઉતરી રહ્યું છે. ટ્વીટર ખરીદવાની ઓફર કરી ત્યારથી જ મસ્ક કંપની પર આ ડીલ માટે દબાણ કરી રહ્યા હતા. વોલ સ્ટ્રીટ જર્નલના સમાચાર અનુસાર ડીલને લઈને મસ્ક અને ટ્વિટર વચ્ચે બેઠક થઈ હતી.અને ત્યારથી નક્કી માનવામાં આવ્યું હતું કે ટ્વિટરે મસ્કની ઓફર સ્વીકારવાનું મન બનાવી લીધું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.