Election 2024: આ 10 બેઠકો પર ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો પર લાગી મહોર! જાણો કોના નામ છે લિસ્ટમાં…

ગુજરાતમાં કોંગ્રેસે અગાઉ 7 ઉમેદવારો જાહેર કર્યા હતા અને અને હવે તેણે વધુ 10 લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઈનલ કરી લીધાની ચર્ચા ચાલી રહી છે. આવતીકાલે જાહેર થશે કોંગ્રેસની સત્તાવાર યાદી જાહેર કરશે.

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024ની શરૂઆત થઈ ચૂકી છે. હવે આ વચ્ચે કોંગ્રસ અને ભાજપ બાકીના ઉમેદવારોની યાદી જાહેર કરવાની મથામણ કરી રહ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસે અગાઉ 7 ઉમેદવારો જાહેર કર્યા હતા અને અને હવે તેણે વધુ 10 લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઈનલ કરી લીધાની ચર્ચા ચાલી રહી છે. આવતીકાલે જાહેર થશે કોંગ્રેસની સત્તાવાર યાદી જાહેર કરશે.

લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 10 ઉમેદવારોના નામ લગભગ નક્કી કરી દીધા છે. લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારો પર મહોર લાગી ચૂકી છે. કોગ્રેંસની સીઇસીમાં ગુજરાતના ઉમેદવારો પર ચર્ચા થઈ છે. સુત્રો દ્રારા મળતી માહિતી મુજબ જે 10 નામો પર મહોર લાગી છે તેમાં આણંદ લોકસભા બેઠક પર અમિત ચાવડા ચૂંટણી લડશે. રાજકોટ બેઠક પર પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીનું નામ ફાઈનલ થયું છે. છોટા ઉદેપુરથી સુખરામ રાઠવા ચૂંટણી લડશે. પાટણ બેઠક પરથી ચંદનજી ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર હશે.

આ રીતે અમરેલી બેઠક પર જેની ઠુમ્મર ચુંટણી લડશે. સુરત બેઠક પર પાટીદાર આંદોલનના નેતા નિલેશ કુંભાણી ઉમેદવાર બનશે. ખેડા બેઠક પર કાળું સિંહ ડાભીની ટીકીટ નિશ્વિત મનાય છે. પંચમહાલ બેઠક પર ગુલાબસિંહ ચૌહાણને કોંગ્રેસ ઉમેદવાર બનાવશે. આવતીકાલે કોંગ્રેસની સત્તાવાર યાદી  જાહેર થશે. અધિકૃત યાદીમાં 10થી વધુ ઉમેદવારોના નામ હોઈ શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.