ઇલેક્શન લોલીપોપઃ લોકસભા ચૂંટણીની વચ્ચે રાહત, ઘટી ગયા LPG Cylinder ના ભાવ

ચૂંટણીના માહોલ વચ્ચે સામાન્ય જનતાને થોડી રાહત મળી છે, મે મહિના પહેલા જ દિવસે ગેસ સિલેન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

ચૂંટણીના માહોલ વચ્ચે સામાન્ય જનતાને થોડી રાહત મળી છે, મે મહિના પહેલા જ દિવસે ગેસ સિલેન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સામાન્ય લોકોને રાહત આપવાની સાથે 1 મે 2024ના રોજ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના દરમાં ઘટાડો કર્યો છે. હવે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર 19 રૂપિયા પ્રતિ યુનિટના ઘટાડા સાથે વેચવામાં આવશે.

ગયા મહિને 30.50 રૂપિયાનો થયો હતો ઘટાડો

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા દર મહિનાની શરૂઆતમાં સિલિન્ડરના ભાવમાં સુધારો કરવામાં આવે છે. ગયા મહિને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 30.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે આ મહિનામાં એટલે કે મે મહિનામાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 19 રૂપિયા પ્રતિ યુનિટનો ઘટાડો કરવામાં આવ્યો છે.

શું છે નવા ભાવ?

સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમત હવે 1745.50 રૂપિયા થઈ ગઈ છે. ગયા મહિને આ સિલિન્ડરની કિંમત 1764.50 રૂપિયા હતી. મુંબઈમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત હવે 1717.50 રૂપિયાને બદલે 1698.50 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં સિલિન્ડરનો ભાવ 1879 રૂપિયાને બદલે 1859 રૂપિયા થઈ ગયો છે. ચેન્નાઈમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 1930 રૂપિયાના બદલે 1911 રૂપિયા થઈ ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.