ઇલેક્ટોરલ બોન્ડ અને RBIના પત્રને લઈ કોંગ્રેસે સરકારને બરાબરની ઘેરી, કરી આ માંગ

ઇલેક્ટોરલ બોન્ડથી મળતા ફંડને લઈ હવે કેન્દ્ર સરકાર પર વિપક્ષ દ્વારા આકરો હુમલો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે કે બીજેપી ઇલેક્ટોરલ(ચૂંટણી) બોન્ડથી પ્રાપ્ત કરેલ સંપૂર્ણ ફંડની માહિતી જાહેર કરે. ઉપરાંત કોંગ્રેસે એવો આરોપ પણ લગાવ્યો છે કે બીજેપી દ્વારા આવી રીતે પ્રાપ્ત કરેલ ફંડમાંથી અમુક રાશિની જ માહિતી ચૂંટણી પંચને આપી છે.

મીડિયા રિપોર્ટ મુજબ એક આરટીઆઈમાં એવો ખુલાસો થયો છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) એ ઇલેક્ટોરલ બોન્ડ ઇશ્યૂ કરવાને લઈ મોદી સરકારને એક ચેતવણી આપી હતી. રિપોર્ટ પ્રમાણે મોદી સરકાર દ્વારા ઇલેક્ટોલર બોન્ડ ઇશ્યૂ કરવાનો ખરડો લાવવાના અમુક દિવસ પહેલા આરબીઆઈએ એક પત્ર લખીને સરકારને સાવધ કરી હતી. આરટીઆઈથી મુજબ આરબીઆઈએ આ ચેતવણી આપી હતી કે આના ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે.

રિપોર્ટ પ્રમાણે રિઝર્વ બેંકે કહ્યું હતું કે આ પ્રકારના સાધન ઉપલબ્ધ કરાવનારી ઓથોરિટીને પ્રભાવમાં લઈ શકાય છે. તેથી સંપૂર્ણ પારદર્શિતા રાખવી મુશ્કેલ બની જશે. આ મની લોન્ડ્રિંગ એક્ટને કમજોર કરશે. ઉપરાંત આ ઇન્ટરનેશનલ ચલણના પણ વિરુદ્ધ છે. જોકે સરકારે આ વાતોને ફગાવી હતી અને પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સરકારે જવાબમાં કહ્યું કે આ પ્રીપેડ સાધન માટે એક સમય મર્યાદા હશે અને રાજનીતિક પાર્ટીઓના રજિસ્ટર્ડ ખાતાઓમાં આની એન્ટ્રી જશે. તેથી આનો ઉપયોગ ચલણની જેમ નહીં થઈ શકે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.