શું વાત છે, માત્ર 10 પૈસામાં એક કિમી દોડશે આ ટુ-વ્હીલર: કિંમત 70 હજાર

કાઈનેટિક ગ્રીને ડોમેસ્ટીક માર્કેટમાં મોપેડ લૂનાને એક નવા ઈલેક્ટ્રિક અવતાર E-Luna તરીકે લોન્ચ કર્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ Kinetic E-Luna લોન્ચ કર્યું છે. આ E-Lunaથી 10 રૂપિયામાં 100 કિમી સફર કરી શકાય છે.

કાઈનેટિક ગ્રીને E-Luna લોન્ચ કર્યું
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ Kinetic E-Luna લોન્ચ કર્યું
10 રૂપિયામાં 100 કિમીની રેન્જ આપશે E-Luna

કાઈનેટિક ગ્રીને E-Luna લોન્ચ કર્યું
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ Kinetic E-Luna લોન્ચ કર્યું
10 રૂપિયામાં 100 કિમીની રેન્જ આપશે E-Luna

કાઈનેટિક ગ્રીને ડોમેસ્ટીક માર્કેટમાં મોપેડ લૂનાને એક નવા ઈલેક્ટ્રિક અવતાર E-Luna તરીકે લોન્ચ કર્યું છે. કંપનીએ 26 જાન્યુઆરીથી કાઈનેટિક E-Lunaનું સત્તાવાર બુકિંગ શરૂ કર્યું હતું. કંપનીની વેબસાઈટ પર 500 રૂપિયામાં ઈ-લૂનાનું બુકિંગ કરાવી શકાય છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ Kinetic E-Luna લોન્ચ કર્યું છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ‘ભારતમાં પહેલી લૂના લોન્ચ કરવામાં આવ્યું હતું, તે સમયે તેની રનિંગ કોસ્ટ 30-35 પૈસા હતી. આ લૂનાની રનિંગ કોસ્ટ પ્રતિ કિલોમીટરે 10 પૈસા છે. આ E-Lunaથી 10 રૂપિયામાં 100 કિમી સફર કરી શકાય છે.’Kinetic E-Luna
નવી E-Lunaમાં કંપનીની ડિઝાઈન પહેલા જેવી જ રાખવામાં આવી છે. જેમાં હાઈલોજન હેડલાઈટ રાઉન્ડ શેપમાં છે, તથા સ્ક્વેર નિકિલ અને હાઈલોજન ઈંડિકેટર્સ આપવામાં આવ્યા છે. આ ઈલેક્ટ્રિક મોપેડમાં 16 ઈંચના વાયર સ્પોક વ્હીલમાં ટ્યૂબ સ્ટાઈલ ટાયર છે. આ E-Lunaમાં 1,355 મિમી વ્હીલબેઝ અને 760 મિમી ઉંચાઈ ધરાવતી સીટ છે, જેથી તે તમામ લોકો માટે સુલભ છે. મોપેડનું ગ્રાઉન્ડ ક્લીયરન્સ 170 મિમી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.