ગુજરાતની 17000થી વધુ રેશનિંગની દુકાનોમાં રાજ્ય સરકાર આગામી વર્ષથી ઇલેક્ટ્રોનિક વજનકાંટા ફરજિયાત બનાવી રહી છે અને તે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ પુરા પાડશે અને જેના કારણે સસ્તા અનાજની દુકાનોએ થતી ગેરરીતિ અને છેતરપિંડીની ઘટનાઓના પ્રમાણમાં ઘટાડો થશે.
અન્ન અને નાગરિક પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષાની બાબતોના મંત્રીએ જણાવ્યું હતું કે નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાંથી વાજબી ભાવના દુકાનદારોને પુરો પાડવામાં આવતો અનાજ અને અન્ય ચીજવસ્તુઓનો જથ્થો ગરીબ પરિવારોને પુરતો મળી રહે અને તેમાં છેતરપિંડી ન થાય તે હેતુથી સરકાર તરફથી આગામી એપ્રિલ મહિના પછી 200 કિલોગ્રામના ઇલેક્ટ્રોનિક્સ વજનકાંટા આપવામાં આવનાર છે.
આ વજન કાંટાને રાજ્યના પબ્લિક ડીસ્ટ્રીબ્યુશન સોફ્ટવેર સાથે જોડવામાં આવશે. આથી, દુકાન ખાતે પહોંચેલો જથ્થો ઓટોમેટીક સીસ્ટમમાં રીયલ ટાઈમ નોંધાઈ જશે. એટલું જ નહીં વાજબી ભાવના દુકાનદાર દ્વારા એન.એફ.એસ.એ. કાર્ડધારકોને આપવામાં આવતો જથ્થો ઓનલાઈન નોંધાઈ જશે.અને એટલે કે ગરીબોના મળતું અનાજ ખાનગી માર્કેટમાં પગ કરી જતું હોવાની ફરિયાદો અટકશે
હાલ વ્યાજબી ભાવની દુકાનના સંચાલકો ડેસ્કટોપ બેઝ્ડ કોમ્પ્યુટર, પ્રિન્ટર અને બાયોમેટ્રીક ડીવાઇસના ઉપયોગથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આવશ્યક ચીજ વસ્તુઓનું વિતરણ કરે છે,અને આ વિતરણ વ્યવસ્થા વધુ અસરકારક રીતે હાથ ધરી શકાય અને તેમાં કોઇ ગેરરીતિનો અવકાશ ન રહે તે હેતુથી તમામ સંચાલકોને ઇલેક્ટ્રોનિક પોઇન્ટ ઑફ સેલ (e-POS) મશીન આપવામાં આવશે.
બીજીતરફ રાજ્યમાં તોલમાપ વિભાગને વધુ મજબૂત બનાવવા માટે વધુ આઠ (ગાંધીનગર, પાટણ, આણંદ, નવસારી, પોરબંદર, અરવલ્લી, તાપી અને મોરબી) જિલ્લાઓમાં કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાની કચેરીઓ શરૂ કરવા આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.