એલા ઈ સ્કૂટરએ ભારે કરી! ભડભડ કરતું અચાનક સળગ્યું ,કારણ છે ચોંકાવનારું જાણો વિગતવાર

ગયા થોડા સમયથી ભારતમાં ઈલેક્ટ્રોનિક વેહીકલ્સની ડિમાંડ ઝડપથી વધવા લાગી છે.અને લોકોની આ ડિમાંડને ધ્યાનમાં રાખતા ઘણી કંપનીઓએ વેહીકલ્સ લોન્ચ કર્યા છે પરંતુ આ વેહીકલ્સ સાથે તકનીકી સમસ્યાઓ પણ સામે આવી રહી છે. શનિવારે પુનાનાં લોહેગામ ઇલાકામાં એક ઓલા એસ1 પ્રો ઈલેક્ટ્રોનિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘાટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

31 સેકન્ડની આ ક્લિપમાં સ્કૂટર ધૂ – ધૂ કરીને ચાલી રહ્યું છે.અને સ્કૂટર આગની લપેટમાં છે. આ સ્કૂટરનાં ઘણા ભાગો આગને કારણે બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. લોકો આ ઘટનાનો વીડિયો લેતા પણ જોવા મળે છે.

જોકે કંપની આગનાં કારણોની તપાસ કરી રહી છે પરંતુ આમ બનવાનું એક કારણ ‘થર્મલ રનવે’ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે અને જેમાં લિથિયમ – આયન બેટરી ક્ષતિગ્રસ્ત થવા કે શોર્ટ – સર્કિટથી એકસોથર્મિક રિએક્શન થાય છે.ઓલાએ આગ લાગવાની આ ઘટનાની પુષ્ટિ કરી છે. અને કંપનીએ કહ્યું છે કે તેને પુનામાં ઓલા એસ1 પ્રોમાં આગ લાગવાની જાણકારી છે અને આગના કારણોની તપાસ ચાલી રહી છે. ઓલાએ એ પણ દાવો કર્યો છે કે ગ્રાહકો સુરક્ષિત છે.

જ્યાં સુધી આગની ઘટનાનો સવાલ છે, ઓલાએ આગળ કહ્યું એ તેઓ આવનાર દિવસોમાં અપડેટ શેર કરીને યોગ્ય કાર્યવાહી કરશે.અને ઓલાએ ઓફિશિયલિ ખરીદદારને કોઈપણ પ્રકારનું વળતર ઉપલબ્ધ કરાવવા વિષે વાત કરી નથી.તેમજ ઓલાનાં સહ-સંસ્થાપક અને સીઈઓ ભાવિશ અગ્રવાલે આ વિષે કોઈ જવાબ આપ્યો નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.