Elon Musk ફરી બન્યા દુનિયાના સૌથી ધનવાન વ્યક્તી.

દુનિયાનાં ટોચના અબજોપતિઓની યાદીમાં Elon Musk ફરી એકવાર વિશ્વના સૌથી ધનિક માણસ બની ગયા છે. સંપત્તિની રેસમાં તેમણે બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ મૂકી દીધા છે. Elon Muskની નેટવર્થમાં છેલ્લા 24 કલાકમાં 1.98 અબજ ડોલરનો વધારો જોવા મળ્યો છે.

Elon Muskએ બર્નાર્ડ આર્નોલ્ટ પાસેથી અબજોપતિ નંબર વનનો તાજ ખેંચી લીધો છે જે અત્યાર સુધી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા. હવે એલોન મસ્ક 192 અબજ ડોલરની સંપત્તિ સાથે નંબર વન પર છે અને બર્નાર્ડ આર્નોલ્ટ 187 અબજ ડોલરની સંપત્તિ સાથે નંબર બે પર છે. ગયા વર્ષે ઇલોન મસ્ક પાસેથી વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિનો તાજ છીનવી લીધા બાદ બુધવાર સવાર સુધીમાં બર્નાર્ડ આર્નોલ્ટ અને ઇલોન મસ્ક વચ્ચે માત્ર 2 અબજ ડોલરનું જ અંતર રહ્યું હતું. ગઈકાલ સાંજ સુધીમાં બર્નાર્ડની સંપત્તિમાં 5.25 અબજ ડોલરનો ઘટાડો થયો હતો અને બીજી તરફ ઈલોન મસ્કની સંપત્તિમાં 1.28 અબજ ડોલરનો વધારો થયો છે. આ કારણે મસ્ક આગળ નીકળી ગયા અને ફરીથી તેઓ વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.