અજબોપતિ એલોન મસ્ક સાતમી વાર પિતા બન્યા છે… હોલીવુડ સિંગર Grimes ફરી એકવાર માતા બની છે. Grimesએ ટેસ્લાના ફાઉન્ડર એલોન મસ્ક સાથે વિશ્વમાં તેના બીજા બાળકનું સ્વાગત કર્યું છે. 33 વર્ષીય Grimes એ વેનિટી ફેર મેગેઝિનના એપ્રિલ ઇશ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.અને અગાઉ ગ્રીમ્સ અને એલોન મસ્કને X Æ A-12 નામનો પુત્ર છે, જે 2 વર્ષનો છે.
5૦ વર્ષના એલોન મસ્ક અને ગ્રિમ્સ, ડિસેમ્બર 2021માં ગુપ્ત રીતે તેમના બીજા બાળકનું સ્વાગત કર્યું. બંને આ વખતે દીકરીના માતા-પિતા બન્યા છે. એલોન અને ગ્રિમ્સે સરોગસીની મદદથી પુત્રીનું સ્વાગત કર્યું છે. આ વખતે પણ તેણે બાળકનું નામ વિચિત્ર જ રાખ્યું છે. વેનિટી ફેર મુજબ બંનેએ તેમની પુત્રીનું નામ Exa Dark Sideræl રાખ્યું છે. જ્યારે પુત્રીનું હુલામણું નામ Y છે. અને એલોન મસ્કનું આ 7મું બાળક છે. તેને અગાઉ તેની પ્રથમ પત્ની જસ્ટિન વિલ્સનથી પાંચ પુત્રો (બે જોડિયા અને ત્રણ ત્રિપલેટ્સ) હતા. આ બાળકોના નામ Xavier Musk, Griffin Musk, Kai Musk, Saxon Musk અને Damian Musk છે. 2020માં એલોનના છઠ્ઠા બાળક X A-12 નો જન્મ થયો હતો.
સપ્ટેમ્બર 2021માં એલોન અને ગ્રીમ્સનું બ્રેકઅપ થયું હતું. ત્રણ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ તેમના સંબંધોનો અંત આણ્યો હતો. જો કે, હવે ગ્રિમ્સે ઈન્ટરવ્યુમાં કહ્યું કે તે અને એલોન ફરી એકવાર સાથે છે. તેણે આ વિશે કહ્યું, ‘આ માટે કોઈ શબ્દ નથી. હું તેને મારો બોયફ્રેન્ડ કહું છું પરંતુ અમારો સંબંધ ખૂબ જ ફ્લૂઇડ છે. અમે અલગ અલગ ઘરોમાં રહીએ છીએ. અમે બેસ્ટ ફ્રેન્ડ્સ છીએ. અમે સતત એકબીજાને મળતા રહીએ છીએ.અને અમે અમારો અલગ પ્રકારનો સંબંધ ધરાવીએ છીએ અને હું અપેક્ષા રાખતી નથી કે અન્ય લોકો તેને સમજે. ગ્રિમ્સે એમ પણ કહ્યું કે તે અને એલોન મસ્ક એક સાથે ખૂબ જ ખુશ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.