IPL 2022ની 15મી સીઝનનો ફાઈનલ મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમવામાં આવ્યો હતો, જેમાં હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીવાળી ટીમ ગુજરાત ટાઈટન્સે રજાસ્થાન રોયલ્સને 7 વિકેટથી માત આપી અને આઈપીએલની પહેલી જ સીઝનમાં ટ્રોફી પોતાને નામ કરી. આ જીત બાદ હાર્દિક પંડ્યા જ્યાં અત્યંત ખુશ જોવા મળ્યા તો તેમની વાઈફ નતાશા પણ ઈમોશનલ થઇ ગઈ અને મ્ચેહ બાદ તેમની આંખોમાં આંસૂ જોવા મળ્યા હતા..
IPLની ટ્રોફી જીતવી દરેક ખેલાડીનું સપનું હોય છે અને તે ખલાડી માટે તો આ ખૂબ જ મહત્વનું થઇ જાય છે, જે પહેલી વાર કોઈ ટીમની કેપ્ટન્સી કરી રહ્યો હોય. હાર્દિક પંડ્યા આ વર્ષે કેપ્ટન તરીકે આઈપીએલના મંચ પર ઉતર્યા અને પોતાની કેપ્ટન્સી જ નહીં, પણ પોતાની બોલિંગ તથા બેટિંગથી પણ સૌને ઈમ્પ્રેસ કર્યા. આઈપીએલ 2022ની ટ્રોફી જીત્યા બાદ તેઓ ઘણા ઈમોશનલ જોવા મળ્યા અને તેમની વાઈફ નતાશાએ ,એદાન પર આવીને તેમને હગ કર્યું અને તે પણ ઘણી ઈમોશનલ થઇ ગઈ. બંનેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
આ મેચની જો વાત કરવામાં આવે તો રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 130 રન જ બનાવી શકી. જવાબમાં ગુજરાત ટાઈટન્સે 18મી ઓવરનાં પહેલા જ બોલમાં લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું. આ મેચમાં હાર્દિક પંડ્યાએ પોતાના બોલ અને બેટથી કમાલ કરી બતાવી. પહેલા તેમણે રાજસ્થાન રોયલ્સની ત્રણ જરૂરી વિકેટ લીધી – સંજૂ સેમસન, જોસ બટલર અને શિમોરન હેટમાયર.અને બેટિંગમાં પણ તેમણે 30 બોલમાં 34 રન બનાવ્યા અને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.
આ આખી સીઝનમાં હાર્દિક પંડ્યાએ શાનદાર કેપ્ટન્સીનું પરિણામ એ આવ્યું કે તેમની ટીમ સૌથી પહેલા પ્લે ઓફ માટે ક્વોલિફાય થઇ હતી. સૌથી પહેલા ફાઈનલમાં પ્રવેશ કર્યો અને આઈપીએલ 2022ની ટ્રોફી પણ પોતાને નામ કરી.અને બીજી બાજુ હાર્દિક પંડ્યાની વાઈફ નતાશા પણ આખો સમય પોતાના પતિ અને તેની ટીમ ગુજરાત ટાઈટન્સને સપોર્ટ કરતી જોવા મળી અને લગભગ દરેક મેચમાં તેમનાં માટે સ્ટેન્ડ્સમાં હાજર રહી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.