મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ હેલિકોપ્ટર દ્વારા ધાર જઈ રહ્યા હતા. આ દરમિયાન સીએમ શિવરાજના હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. મણવરમાં શિવરાજના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રી કાર્યાલયથી પ્રાપ્ત માહિતી અનુસાર, શિવરાજ હવે સડક માર્ગે ધાર જઈ રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, સીએમ શિવરાજ હેલિકોપ્ટર દ્વારા ધાર જઈ રહ્યા હતા અને તેઓ ત્યાં એક ચૂંટણી સભામાં ભાગ લેવા જઈ રહ્યા હતા. શિવરાજ જે હેલિકોપ્ટરમાં સવાર હતા તેમાં અચાનક કોઈ ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી. હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ ઉતાવળમાં કરવામાં આવ્યું હતું અને આ પછી શિવરાજ રોડ માર્ગે ધાર પહોંચ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.